તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:વાલોડ તાલુકામાં ‘ખેડૂત ખેત ઉત્પાદક મંડળ’ બનાવાયુ

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના મુખ્ય મથકે ખેડૂતોની બેઠક યોજાઇ. - Divya Bhaskar
વાલોડ તાલુકાના મુખ્ય મથકે ખેડૂતોની બેઠક યોજાઇ.
  • પોષણક્ષમ ભાવો મળેે તે માટે વૈશ્વિક માર્કેટમાં જાતે જ ઉતરવાનો નિર્ણય: અનિલ ચૌધરી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને વૈશ્વિક માાર્કેટમાં ખેડૂતો જાતે પોતાના માલનું વેચાણ કરી શકે એવા ઉમદા આશયથી “ખેડૂત ખેત ઉત્પાદક મંડળ’ અંંર્તગત એક બેઠક મળી હતી, જેમાં વાલોડ વ્યારા તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વાલોડના બી.આર.સી ભવન ખાતે બેઠક ખેડૂત આગેવાન અનિલભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. આ પ્રસંગે બકુલભાઈ ચૌધરી (માગૅદશૅક), કૌશલભાઈ ચૌધરી, અશોકભાઇ ચૌધરી વાલોડ, વેડછી, અંબાચ, દેગામા, રાનવેરી કુભીયા કણજોડ, બેડચીત, કેળકુઈ, ખુટાડીયા, ધજાબા સહિતના વાલોડ વ્યારા તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાપી જિલ્લાના ખેડૂતોએ શ્રેણીબદ્ધ બેઠકો કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે વૈશ્વિક માર્કેટમાં જાતે જ ઉતરવાનો નિર્ણય કરી તાપી જિલ્લામાં ‘ખેડૂત ખેત ઉત્પાદક મંડળ’ FPO બનાવવાનો નિર્ણય ખેડૂતોએ લીધો હતો. હવેથી ખેડૂતોના પાક માટે જમીન તૈયાર કરવાથી લઇને બજારમાં ઉત્પાદન વેચાણ કરી આપવા સુધીની માર્ગદર્શકની ભૂમિકા ભજવશે અને વિસ્તાર પ્રમાણે ક્લસ્ટર બનાવીને ચોક્કસ ઉત્પાદન મેળવી ધારેલા માર્કેટમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરાશે દવા ખાતર બિયારણ ખેડૂતોને ગુણવત્તાયુકત રાહત દરે મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે એવું અનિલભાઈ ચૌધરીએ ખેડૂતોને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું.

બેઠકમાં સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ઉમેશકુમાર ડી.જી.એમ ઓપીડા, મનપ્રકાશ વિજય, અનિલ પુરોહિત જનરલ મેનેજર નાબાર્ડ તાપી સુરત દ્વારા ઓનલાઈન માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ચૌધરીએ કર્યુ હતું અને ઉપસ્થિત તમામ ખેડૂતો ખેડૂત ખેત ઉત્પાદક મંડળ’ બનાવવા માટે કટિબદ્ધ થયા હતા. આગામી દિવસોમાં દરેક તાલુકામાં ખેડૂતો દ્વારા ખેડૂત ખેત ઉત્પાદક મંડળ’ બનાવવામાં આવશે એવું ખેડૂતોની બેઠકમાં નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...