તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર જાગ્યું:ખખડધજ વાલોડ-ખાનપુર માર્ગની મરામત શરૂ

માયપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાલોડથી ખાનપુર માર્ગ પર તુટેલ રસ્તાની મરામત હાથ ધરાઇ. - Divya Bhaskar
વાલોડથી ખાનપુર માર્ગ પર તુટેલ રસ્તાની મરામત હાથ ધરાઇ.
 • ઠેકઠેકાણે ભંગાણ અને ખાડા પડેલા માર્ગનું રિપેરિંગ કામ શરૂ થતાં રાહત

વાલોડથી વેડછી થઇ ખાનપુરને જોડતો માર્ગ કેટલાક સ્થળો પર તૂટવાની શરૂઆત થતા તથા કેટલાક સ્થળો પર બેસી જતાં અકસ્માત થવાની શક્યતાઓ અંગેની દહેશત હોવાનાં સમાચારો દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.

વાલોડથી ખાનપુર સુધીનો માર્ગ પર વેડછી ગામના હનુમાન મંદિર નજીક બનાવવામાં આવેલ ગરનાળા નજીક જમીન બેસી જતા ખાડો પડી ગયો હોવાથી ગરનાળા નજીક અકસ્માતોની ભીતિ રહી હતી, તા. 30મીના રોજ આજ સ્થળ પર એક અલ્ટો કાર આ ખાડામાં પટકાતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડ પર ઉતરી ગઈ હતી, વાલોડથી ખાનપુરના માર્ગ પર કેટલાક સ્થળો પર ખાડા પડયા હોવાથી તથા રોડ અમુક સ્થળે બેસી ગયો હોય, વેડછી નવી વસાહતથી અબાચ સુધીનો રસ્તો એક તરફની બાજુની સાઈડ સોલ્ડરિંગ કામગીરી સામે પેચ વર્કનાં કામગીરી અંગે તા.1 લી ફેબ્રઆરીના રોજ દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થયા હતા, સમાચારો પ્રકાશિત થતા માર્ગ મકાન સ્ટેટ વિભાગ તરફથી તાત્કાલિક હરકતમાં આવી આજરોજ રસ્તા પરના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાલોડથી ખાનપુર સુધીનો માર્ગ પર ખાડાઓ મરામત કરાતાં હાલ રહીશોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો