તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:વિધાનસભાની મોરવા બેઠકના ઉમેદવારનો દાખલો અમાન્ય કરી ઉમેદવારીપત્ર રદ કરો

માયપૂર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાપી જિલ્લા આદિવાસી મંચ દ્વારા ગાંધીનગર પત્ર લખી જાણ કરવામાં આવી

આદિવાસી મંચ તાપી દ્વારા શિક્ષણ સમિતિ ગુજરાત અને કમિશનર આદિવાસી આદિજાતિ વિકાસ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં માંગણી કરી છે કે આદિવાસી પંચ તાપી દ્વારા 125 મોરવા (હ) એસ.ટી. વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી ઉમેદવાર વાગડિયા નિમિષાબેન ગુલાબસિંહ પટેલિયાનો અનુસૂચિત જન જાતિનો દાખલો અમાન્ય કરી ઉમેદવારીપત્ર રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા કરવા બાબત ગાંધીનગર ખાતે પત્ર લખવામાં આવ્યો છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કેે નિમિષા બેને અનુસુચિત જન જાતિનો દાખલો મેળવવામાં ઇરાદાપૂર્વક પિતા અને પુત્રીના એકબીજાને મેળાપીપણામાં ગુનો કર્યો હોવાનું તથા તા.16.11. 1976ના રોજ સમાજ કલ્યાણ અધિકારી પાસેથી પોતે હિન્દુ વાઘોડિયા હોવા છતાં હિંદુ ભીલ જાતિનો દાખલો મેળવેલ છે. તા. 30. 10. 2004ના રોજ તકેદારી અધિકારી આદિજાતિ વિકાસ ગોધરા જાતિ અંગે ખરાઈ કરતાં જણાવેલ છે કે વાગડીયા કલાભાઈ મોતીભાઈનો આદિવાસી જાતિમાં સમાવેશ થતો નથી જે ઠરાવ પણ આ પત્ર સાથે મૂકવામાં આવ્યું છે, પિતાનો આદિજાતિમાં સમાવેશ થતો ન હોય તો દીકરીનો જન્મ કેવી રીતે આદિવાસી હોઈ શકે છતાં 1607/1998ના રોજ અમરેલીથી પટેલીયા અનુસૂચિત જન જાતિનો દાખલો ગેરકાયદેસર લખી આપવામાં આવેલ છેે.

125 મોરવા(હ) અનુસૂચિત જનજાતિ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર નિમિષાબેનનો અનુસૂચિત જન જાતિનો દાખલો બનાવટી હોય, ઉમેદવારીપત્ર રદ કરી કાયદેસરની કાર્યવાહી કરી જાહેર હિતમાં અને આદિવાસીઓના ભારતના સંવિધાનના હિતમાં કાયદેસરના પગલાં ભરવા આદિવાસી પંચે જે માંગણી કરી છે જેમાં ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત,ચૂંટણી અધિકારી 125 મોરવા(હ) વિધાનસભા પોલીસ અધિક્ષક તાપીને અમરસિંહભાઈ ઝેડ. ચૌધરી, લાલસિંહભાઈ છગન ભાઈ ગામીત, ભુપેન્દ્ર ભાઈ નારણભાઈ ચૌધરીએ લેખિતમાં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો