રજૂઆત:ખાનગી જમીનમાં બ્લોક નાખી દબાણ કરતા રજૂઆત

માયપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે માલિકીની જગ્યામાં વિના પરવાનગીએ ગ્રામ પંચાયત કે અન્ય કચેરી દ્વારા ગેરકાયદેે પેવર બ્લોકની કામગીરી થઇ રહી હોય વાલોડ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં ગેરકાયદે પ્રવેશ કરી કામગીરી કરવા બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે.

પેલાડ બુહારી ગામે બ્લોક નંબર 248 વાળી જમીન જેમાં અરજદાર આશિષકુમાર ભંડારી રહે. મોરા ફળિયાએ અરજ કરી હતી જેમાં જાણવામાં આવ્યું હતું કે બ્લોક નંબર 248 વાળી જમીન સંયુક્ત વડીલોપાર્જિત માલિકીની હોય પરિવારના કુળદેવી અગાસી માતાજીનું મંદિર છે. મંદિર તરફ આવવા જવાનો રસ્તો ફક્ત તેમના ત્રણ પરિવારનો હોય ગ્રામ પંચાયત કચેરી દ્વારા ખાનગી સ્થળે અને ખાનગી માલિકીમાં પેવર બ્લોક બેસાડીને ગ્રામ પંચાયત કે અન્ય કચેરી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કામગીરી કરી રહ્યા હોવાનું તેમને જાણવા મળેલ હતું.

હાલ આ જમીન બાબતે વાલોડ કોર્ટમાં તકરારી કેસ ચાલી રહેલ છે, જેને લઇ ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરવામાં આવેલા પેવર બ્લોકની કામગીરી હટાવી દેવા જાણ કરી છે તથા પેવર બ્લોક બેસાડવા માટે તેમના પરિવારના કોઈપણ સભ્યની સંમતિ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં ન આવી હોવાનું પણ તેમની અરજમાં જણાવ્યું છે. અરજ ડીડીઓ, કલેકટરી, મામલતદાર વાલોડ, શહેરી વિકાસ અને ગૃહગ્રામ નિર્માણ ગાંધીનગર સહિત અન્ય કચેરીઓમાં ગેરકાયદે બેસાડેલા બ્લોક ઉપાડી લઇ દબાણ દૂર કરવા લેખિતમાં અરજ કરી છે.

અરજદારની જમીનની બાજુમાંથી માર્ગ પસાર થઇ રહ્યો છે ત્યાં આજથી વર્ષ અગાઉ રસ્તાની બાજુમાં આવેલા ઝાડો માર્ગ બનાવનાર જે તે એજન્સી દ્વારા કાપી નાખ્યા હતા, જે અંગે પણ રજૂઆતો કરી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. હાલ સરકારી કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ તપાસ કરી કામગીરી કરવા જમીન સરકારી, ગૌચર, પડતર કે ખાનગી જમીનમાં કામગીરી કરે છે તે માટે મુલાકાત લઇ કાર્યવાહી કરવાની થાય છે. ત્યારે પેવર બ્લોક નાખવા પહેલા, કામગીરી શરુ હતી ત્યારે અને કામગીરી પૂર્ણ થયા બાદ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ માટે ગયા હતા કે કેમ તે પણ પ્રશ્ન છે.

સ્થળ તપાસ કરી કાર્યવાહી કરીશ
તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પેલાડ બુહારી ખાતે આવતીકાલે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશ મને પણ આજે જ ખબર પડી છે

અન્ય સમાચારો પણ છે...