તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વાલોડ વાલ્મિકી નગરમાં દોઢ માસથી ગટર ઉભરાવા છતાં કામગીરી થતી નથી

માયપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં જ ગામના સરપંચ અને ઉપસરપંચનું કોરોનામાં અવસાન થયુ છે

વાલોડ વાલ્મિકી નગર ખાતે ભૂગર્ભ ગટર લાઈન જામ થતાં દોઢ માસ ઉપરાંતના સમયથી જાહેરમાં પાણી વહી રહ્યું છે. સરપંચ અને ઉપસરપંચની લાંબી માંદગી અને અણધાર્યું અવસાન થતાં હાલ ધણી વિનાના ઢોર જેવી વાલોડ પંચાયતની દશા થઈ છે. દોઢ માસમાં ગટર સાફ કરવા કોઈ આવતું ન હોય સ્થાનિકોએ સ્વખર્ચે કામગીરી કરવા લાગી પડયા હતા પરતું ભુગર્ભ ગટર યોજનાની વિવાદાસ્પદ કામગીરીમાં પ્રેશર મશીન વિના કામ થતું ન હોય સ્થાનિકો થાકી હારી ગયા હતા.

વાલોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નવી શાખાના સામેના વિસ્તારમાં વાલ્મિકી નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બર જામ થઈ જવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. દોઢ માસ લોકોને આરોગ્યને નુકસાન થાય એ હદે પાણી જાહેરમાં વહી રહ્યુ હોવા છતાં આજદિન સુધી કામગીરી કરવામાં આવી નથી, સરપંચ અને ઉપસરપંચની અણધારી વિદાય થતા આજે વાલોડ અનાથ થઈ ગઈ હોય એમ ભાસે છે.

પ્રેશર મશિનના ચાલકને કોરોના થયો છે
તલાટી રાજુભાઈ મ્હાલે સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રેશર મશીન આવી ગયું છે, પરંતુ મશીન ચાલકને કોરોના થયો હોવાથી હાલ કામગીરી થઇ શકી નથી. બારડોલી અને અન્ય જગ્યા ઉપર પણ તપાસ કરવા છતાં પ્રેશર મશીન હાલ મળ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો