ધુરંધરોની કારમી હાર:વાલોડ તાલુકામાં ભાજપના ધુરંધરો પોતાના જ વોર્ડ અને ગામમાં હારી ગયા

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાચ ગામમાં ત્રિપાખીયા જંગમાં યુવા શિક્ષિત ઉમેદવાર ની જીત થતાં લોકો ઝુમી ઉઠ્યા હતા - Divya Bhaskar
અંબાચ ગામમાં ત્રિપાખીયા જંગમાં યુવા શિક્ષિત ઉમેદવાર ની જીત થતાં લોકો ઝુમી ઉઠ્યા હતા
  • મોહનભાઈ ધોડિયાએ પોતાના ગામમાં પેનલને જીતાડી ઈજ્જત બચાવી

વાલોડ તાલુકામાં આજે મતગણતરીના દિવસે ભાજપના ધુરંધરોની કારમી હાર થઈ અને અંધાત્રી અને બુહારીમાં મોહનભાઇ ઢોડીયાએ ગ્રામ પંચાયતમાં પોતાની સમર્થન વાળી પેનલ જીતાડી, જ્યારે ભાજપના પેજ પ્રમુખ સામે જુના જોગી હારી ગયા હતા.

વાલોડ તાલુકામાં આજે એસ.જી હાઈસ્કૂલમાં સવારે 8:00 કલાકથી મત ગણતરી શરૂ થવાની હોય ઉમેદવારો પોતાના એજન્ટ તો અને સમર્થકો સાથે મતગણતરીના કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા, મત ગણતરીના શરૂઆતના તબક્કામાં જ સૌપ્રથમ બુટવાડા ગામની મતગણતરીમાં મોટો આંચકો આપનારી બની હતી, જેમાં ભાજપના અને સહકારી આગેવાન નરેશભાઈ ભીખાભાઇ પટેલની સામેની પેનલના સરપંચના ઉમેદવાર સીતાબેન શૈલેષભાઈ હળપતિને વકીલ પ્રિયંકાબેન ચૌધરીએ મોટા માર્જિનથી વિજેતા બનાવ્યા હતા

તેમની પેનલનાં 5 ઉમેદવારોએ જીત મેળવતા નરેશભાઇ સમર્થિત પેનલને પછડાટ મળી હતી, જેમાં બે વોર્ડમાં બે અંક સુધી પણ મત ન મળતા શરૂઆતથી જ ભૂકંપની શરૂઆત થઈ હતી.વાલોડ તાલુકાના ભાજપના પ્રમુખ ભાજપના પ્રમુખ ટિંકલભાઈ પટેલ સમર્થિત પેનલમાં ઉમેદવારોની કારમી હાર થઇ હતી, તાપી જિલ્લા ભાજપના મહામંત્રી પંકજભાઈ ચૌધરી પણ વોર્ડમાં હાર્યા હતા, વાલોડ તાલુકા ભાજપના મહામંત્રી ધવલભાઈ શાહ પોતાના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ રવીભાઈ શાહ સામે મોટા માર્જિનથી હાર્યા હતા,

આ જ રીતે વાલોડ તાલુકા ભાજપના માજી પ્રમુખ અને એપીએમસી વાલોડના ડિરેક્ટર પંકજભાઈ વખારિયાની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અપૂર્વ વ્યાસે મોટા માર્જિનથી હાર આપતાં મોટો અપસેટ સર્જાયો હતો.અંધાત્રી ખાતે પાંચ વર્ષ અગાઉ મોહનભાઈ પોતાના જ ગામ ની ગ્રામ પંચાયત અંધાત્રી ખોઈ હતી, જેના પર મોહનભાઈએ ફરી કબજો કરી આજે મેદાન મારી અંધાત્રી ગ્રામ પંચાયત પર પોતાનો કબજો સાબિત કર્યો હતો આ જ રીતે બુહારી ખાતે બે સીટ પર ચૂંટણી યોજાઈ હતી જેમાં બુહારીનાં સત્યજીતભાઈ દેસાઈ અને ધર્મિષ્ઠ બેન બંને મોટા માર્જિનથી વિજેતા બન્યા હતા.

વાલોડ વોર્ડ નં. 10માં ફેર મતગણતરીમાં 4 વોટ રદ થતાં ટાઇ
વાલોડ વોર્ડ નંબર 10માં ભાજપના જ બે ઉમેદવારો આનંદભાઈ નાયકા અને ધીરેનભાઈ ગામીત વચ્ચેની લડાઈમાં કોંગ્રેસ સમર્થિત અંકિતભાઈ ચૌધરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, આ વોર્ડમાં ભાજપ માનનારા મતદારોના મત વહેચાતા અનંતભાઈ નાયકાને પ્રથમ 185 મળ્યા હોવાનું જાહેર કરી વિજેતા જાહેર કર્યા હતા, ત્યારબાદ રીકાઉન્ટની અંકિતભાઈએ માંગણી કરતા મોટી બબાલ મચી હતી. આખરે ફેર મત ગણતરી થતાં અનંત નાયકના ચાર મતો રદ્દ થતાં 181 મત પર અંકિતભાઈ પટેલ અને અનંતભાઈ નાયકા વચ્ચે ટાઈ થઈ હતી, જેને કારણે બંન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થતાં કોંગ્રેસ સમર્થિત પેનલનાં અંકિત પટેલ નસીબના બળિયા સાબિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...