તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:વાલોડમાં દીપડાએ અઢી વર્ષીય બે વાછરડી પર હુમલો કરતાં મોત

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકા મથકે છ માસના વિરામ બાદ નગરમાં દીપડો રાત્રીના સમયે હુમલો કરતાં એક વાછરડીનું મારણ થયું હતું જ્યારે બીજી વાછરડીને ઈજાઓ પહોંચી હતી, જેનું આજે મરણ થતા દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યુ છે. દીપડાને પકડવા ડિજિટલ યુગમાં આજે પણ જૂની પુરાણી યુક્તિઓ અજમાવે છે.

વાલોડ પુસ્તકાલયની પાછળ સઈદભાઈ આમલીવાલાના કોઢારમાં ગત રોજ રાતના દીપડાએ બે વાછરડી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક વાછરડીનું મરણ થયું હતું, જ્યારે બીજી વાછરડી ઇજાગ્રસ્ત હોય અને ગંભીર ઇજાઓ હોવાથી તેનું આજરોજ મરણ થયું છે. દીપડાને પકડવા માટે આજરોજ પાંજરામાં મારણ સાથે પાંજરૂ મૂકવામાં આવ્યું છે. દીપડો બેખોફ બની માનવ વસવાટમાં આંટાફેરા મારતો હોય ત્યારે વનવિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે પગલાં લેવા જોઈએ,પરંતુ વનવિભાગના કર્મીઓ સ્થળ પર આવી જાનવરના મડદા નજીક તપાસ કરે છે, પશુ પર થયેલ હુમલાના નિશાનો, જમીન પર દીપડાના પગલાઓ શોધી દીપડાએ શિકાર કર્યા હોવાનું અનુમાન લગાવે છે. બનાવ બને ત્યારે વાલોડમાં પાંજરાઓ મુક્યા છે, પરંતુ દીપડો કયા સ્થળેથી નગરમાં પ્રવેશ કરે છે કે દીપડાનું રહેણાંક ક્યાં છે તેનાથી વનવિભાગ અજાણ છે, વનવિભાગ પાસે ટેક્નોલોજીના યુગમાં દિપડાને પકડવા તેની ગતિવિધિ પર નજર રાખવા કે ચહલ પહલ જોવા ડીજીટલ ટેકનોલોજી હોવી જોઈએ તેના બદલે હજુ વન વિભાગ જૂની પદ્ધતિ પર નિર્ભર છે. દીપડાના પંજાના નિશાન જોઈ પૃષ્ટિ આપે છે, પરંતુ ટ્રેપ કેમેરા કે ટેકનોલોજીના સાધનો વનવિભાગ પાસે ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...