તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં ભય:ડોલવણ તાલુકાના ઉમરકરછ ગામે દીપડાએ કોઢારમાં બકરીને ફાડી ખાધી

વાલોડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મળસ્કે ઘરના કોઢારામાં બે બકરી પર હુમલો કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી હિંસક દિપડાઓએ આતંક મચાવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવીને પશુ પાલન સાથે સંકળાયેલા ખેડૂતોના ઘરમાં આવીને શિકાર કરતા ડરનો માહોલ સર્જાયો છે. ઉમરકચ્છ ગામમાં એક ખેડૂતના કોઢારામાં હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દેતાં ફફડાટ ફેલાયો છે.ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ બેખોફ વિચરણ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગમે તે સમયે ખેતરમાં તથા રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતાં લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રહેણાંક વિસ્તારમાં દિપડો નજરે પડતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

ડોલવણ તાલુકાના ઉમરકરછ ગામ નહેર ફળિયામાં રહેતા ઉકાજીભાઈ બાલુભાઈ ગામીતના કોઢારામાં બે બકરી પર હુમલો કરતા એકનું મોત થયુ હતુ, જ્યારે બીજી બકરી પર પગનાં ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયું હતું. આ ઘટના સ્થળે સરપંચ રવિન્દ્ર ચૌધરીએ આર.એફ.ઓ.કોસાડાને જાણ કરતાં ફોરેસ્ટર ઈશ્વરભાઈ ચૌધરીએ સારવાર માટે પશુ ચિકિત્સક ડો.નૈતિક ચૌધરીએ નિદાન કરી પંચકયાસ કરી ખેડૂતને વળતર મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...