તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠાનો માર:સોનગઢ-ડોલવણ તાલુકામાં ભારે પવન સાથે માવઠું, ઉમરવાવદુર ગામે ઘરોના પતરાં ઉડ્યા

વાલોડ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના મલંગદેવ પંથકમાં માવઠાને લીધે ભરાયેલું પાણી. - Divya Bhaskar
સોનગઢના મલંગદેવ પંથકમાં માવઠાને લીધે ભરાયેલું પાણી.
 • તાપી જિલ્લામાં ભરઉનાળે જાણે ચોમાસું બેઠું, ખેતીને વ્યાપક નુકસાન, વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશયી
 • ભારે પવનમાં પતરાં ઉડી જતાં અનેક ઘરો છતવિહોણાં બન્યાં

તાપી જિલ્લાના ડોલવણ અને સોનગઢ તાલુકાના રવિવારે ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો અનેક ગામોમાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુક્સાન થયું છે.છેલ્લા ચાર પાંચ દિવસથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ગામોમાં વરસાદ પડશે. તેવી આગાહી કરવામાં આવી હતી. જે આગાહી સાચી પડી હતી. ડોલવણ તાલુકાના ગામોમાં પાઠક વાડી, વરજાખણ, ઉંમરવાવદુર, કાકડવા સહિતના ગામોમાં આજે સવારે સાડા સાત વાગ્યેના સુમારે એકદમ વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. આ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તુટી પડતાં જાહેર માર્ગ ઉપર ઠેર ઠેર વૃક્ષો પડ્યા હતા ઉમરાવદુર ગામે ભારે પવનમાં કેટલાક ઘરો પતરાં ઉડી ગયા હતા.

ભારે પવન સાથેના વરસાદમાં ડોલવણ તાલુકાના ઉમરવાવદુર ગામે ઘરોના પતરાં ઉડી ગયા હતા.
ભારે પવન સાથેના વરસાદમાં ડોલવણ તાલુકાના ઉમરવાવદુર ગામે ઘરોના પતરાં ઉડી ગયા હતા.

બીજી તરફ માવઠાને કારણે ખેડૂતોના ખેતરોમાં શાકભાજીના પાકોને નુકશાન થયું હતું. એક તરફ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે જ્યારે બીજી તરફ કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. ખેડૂતોએ પોતાના તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. સોનગઢ તાલુકાના મલંગદેવ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ચોમાસા જેવા માહોલ છવાયો હતો.

ભારે પવનમાં વૃક્ષની ડાળીઓ તૂટી માર્ગો પર પડતા વાહનચાલકોને મુશ્કેલી, મંડપો પણ ઉખડી ગયા

​​​​​​​વ્યારા | તાપી જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાયો હતો. રવિવારે સવારે આખર સોનગઢ અને ડોલવણ તાલુકાના ગામોમાં કમોસમી માવઠું થતા શાકભાજી પક્વતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા હતા. તાપી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવનના કારણે ડોલવાણ ના માર્ગોની બાજુમાં આવેલા કામ ચલાવ મંડપો ઉડી રોડ પર પડ્યા હતા. બીજી તરફ ભારે પવનના કારણે હાઇવે પર વૃક્ષઓની ડાળીઓ પડી રહેતા વાહન ચાલકોને વાહનો ચલવવામાં મુશ્કેલીઓ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો