તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:ગાંગપુર પેલાડબુહારીમાં ભૂંડોએ ખેતરોમાં ઉભા પાકને ખેંચી ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું

વાલોડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાંગપુર પેલાડબુહારીમાં જંગલી ભુંડ દ્રારા ખેતરોમાં ઉભા પાકને ખોદી કાઢતાં ખેડૂતને નુકસાન થયું. - Divya Bhaskar
ગાંગપુર પેલાડબુહારીમાં જંગલી ભુંડ દ્રારા ખેતરોમાં ઉભા પાકને ખોદી કાઢતાં ખેડૂતને નુકસાન થયું.
 • વનવિભાગ દ્વારા આ જંગલી ભૂંડને પકડવામાં આવે એવી પ્રબળ લોકમાંગ

વાલોડ ડોલવણ તાલુકાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી જંગલી પ્રાણીઓ હિંસક દીપડા જોવા મળી રહ્યા છે અને આ પંથકમાં જંગલી ભૂંડનું ટોળું રાત્રિના સક્રિય થઈને ખેતરોમાં ઉભા પાકને નુક્સાન પહોંચાડયું છે. શાકભાજી પાકોમાં ખોદકામ કરતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે. પેલાડબુહારી ગાંગપુર ગામમાં ખેડૂતોના ખેતરમાં રાત્રિનાં સમયે અંધારું થતાં જ પંથકમાં હિંસક જંગલી ભૂંડનું ઝુંડ આવી જાય છે. ખેતરમાં પોતાના શિંગડાથી શાકભાજી પાકને મૂળમાંથી ઉખેડી નાંખે છે. ભૂંડના ટોળા રોજેરોજ આવી ચઢતા હોય છે. ખેડૂતોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. ખેડૂતોએ રાત્રે ખેતીમાં કામ માટે જવું મુશ્કેલ બન્યું છે. એકાદ બે વીઘા જમીનમાં કરેલ શાકભાજીનું નિકંદન કાઢી નાંખે છે. ​​​​​​​પેલાડબુહારીના ખેડૂત પ્રેમાભાઈ પટેલનું ખેતર ગાંગપુરની સીમમાં છે. ખેડૂતે પાતરાંની ખેતી કરી છે. આ વિસ્તારમાં પાતરાના તૈયાર થઈ રહેલ પાકને કાપવાની તૈયારી કરી રહ્યા હતા એવાં સમયે ગતરાત્રિના સુમારે એક જંગલી ભૂંડનું ટોળું આવી ચઢતા ખેતરમાં કરેલા કંદમુળને થડમાંથી અને મુળમાંથી ઉખેડી નાંખતાં ખેડૂતને મોટું નુકશાન થયું છે. મોંઘી, દવા, બિયારણ ખાતર પાણીથી તૈયાર કરવામાં આવેલા ખેતરમાં નુકસાન થતાં પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વનવિભાગ દ્વારા જંગલી ભૂંડને પકડવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો