ફફડાટ:બુટવાડામાં દીપડાએ 2 વાછરડા પર હુમલો કરી શિકાર કર્યો, પશુપાલકના માથે આફત

માયપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપડાએ ગામમાં બે દિવસ અગાઉ 5 જેટલા મરઘાનો શિકાર કર્યો હતો

બુટવાડા ખાતે ફેબ્રુઆરી માસમાં બકરાઓને ફાડી ખાધા બાદ આજે કોલી ફળિયામાં આજે ફરી બે મોટા વાછરડા પર દિપડાએ હુમલો કરી વાછરડાને પેટ, ગળાના, થાપાના ભાગે ફાડી ખાતા પશુપાલક પર આફત ઉતરી છે. ફેબ્રુઆરીમાં ત્રણ બકરાઓનો શિકાર દીપડાએ કરી હાહાકાર મચાવ્યો હતો. વાલોડ તાલુકાના બુટવાડા ગામે માનવ વસવાટથી ભરચક વિસ્તારમાં ફેબ્રુઆરી 27ના રોજ ત્રણ સ્થળ પર બકરાના કોઠારમાં પ્રવેશ કરી ત્રણ બકરાનો શિકારની ઘટના બની હતી. આજરીતે બે દિવસ અગાઉ કોલી ફળિયામાં રહેતા આહીર સમાજના આગેવાન વિજયભાઈ બચુભાઈ આહીરને ત્યાં 5 મરઘાનો શિકાર કર્યો હતો.

આ ઘટનામાં પશુપાલકને કૂતરાઓએ શિકાર કર્યા હોવાના અનુમાન લગાવી મનોમન માની લીધું હતું. આ બાબતે સજાગ થઈ તપાસ કરી ન હતી, પરતું મળસકે વિજયભાઈનાં પાકા કોઢારમાં ઉપરથી દીપડાએ પ્રવેશ કરી ગીર પ્રજાતિની ઉત્તમ ગાયોના બે વાછરડાનો શિકાર કરી પેટ, થાપા અને ગળાના ભાગેથી નિર્દયી રીતે બન્ને વાછરડાઓનો શિકાર કર્યો હતો. સવારે પશુપાલકોને જાણ થતાં વિજયભાઈના માથે આફ્ત આવી પડી હતી. ગીર પ્રજાતિની બે વાછરડીઓને શિકાર કરતા લોકોના માનસપટ પર દિપડાનો ભય સતત હતો.

દીપડાએ પાડિયાનો શિકાર કરવા અંગે વિજયભાઈએ WCCBના સભ્ય ઇમરાન વૈદને જાણ કરતા તેમણે વનવિભાગના ફોરેસ્ટર બીટ ગાર્ડ સંદીપ ચૌધરીને જાણ કરતાં સ્થળ પર આવી સ્થળ પરનો પંચકયાસ કરી અને જગ્યા પર દીપડાના પગના નિશાનો મળી આવતાં દીપડાએ શિકાર કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. ગીર પ્રજાતિની બે વાછરડીના શિકાર થતાં પશુપાલકને સહાય મળે તે માટે કાર્યવાહી કરી હતી, પશુપાલકના 15 પશુ દીપડાના શિકારને કારણે ભયભીત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...