તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાલોડ તાલુકાના બુહારીમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતા પર જલદ પ્રવાહી ફેક્યું હતું. ઘટના અંગે પોલીસ ફરિયાદ થતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો.બુહારી ખાતે રહેતી બે સંતાનોની માતા એવી પરણિતા સલોનીબેન [નામ બદલ્યું છે] ગતરોજ બપોર ઘર વાડામાં હતી તે વખતે આશિષ જોશી (રહે.ગોલવાડ, બુહારી) પાછળથી આવી મોઢાના ભાગે કોઈક પાણી જેવું પ્રવાહી ફેંક્યું હતું. મોઢાના ભાગે બળતરા થતા સલોનીને સહન ન થતા જમીન પર પડી ગઈ હતી
અને બુમાબુમ કરી મુકતા પરિણીતાના પતિ અને સસરા ઘરમાંથી બહાર આવી ગયા હતા. જોતા ગોલવાડમાં રહેતો આશિષ જોશી સ્થળ પરથી ભાગી ગયો હતો. પ્રવાહીને કારણે સલોનીને મોઢાના ભાગે બળતરા થતા 2 હોસ્પિટલ ફર્યા બાદ આખરે સારવાર અર્થે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ડોકટરે જમણી સાઈડ ગાલ પર બળતરા થતા હોય, પરંતુ કોઈ ગંભીર ઇજા કે ડાઘ ન પડેલ હોય. સારવાર આપી રજા આપી હતી. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વાત નહીં કરે તો જાનથી મારી નાંખીશ
આશિષ પરણિતાને 8 વર્ષથી ઓળખતા હતો. છેલ્લા 6 માસથી અવાર નવાર પીછો કરી છેડતી કરતો હતો અને બે દિવસ અગાઉ પરણીતાને કહ્યું હતું કે તું મારી સાથે વાત ન કરશે તો હું તને જાનથી મારી નાખીશ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.