હવામાન:વાતાવરણમાં પલટાથી શાકભાજીને માઠી અસર

વાલોડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં સહિત વાલોડ ડોલવણ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતાં સુપ્રભાતમાં ઠેર ઠેર ધુમ્મસ છવાયુ હતુ, જેની સીધી અસર ખેડૂતોના શાકભાજી પાકો ભિંડા, રીંગણ, પરવર, ટીડોળા, તુવર, ચિભડા જેવા રોકડીયા પાકોને નુકશાન થયું છે. હવામાન એકદમ બદલાઈ ગયેલા વાતાવરણને શાકભાજી પાકના ફુલ, પણૅ, પર તેની સીધી અસર જોવા મળી છે. ખાસ કરીને હાલમાં આંબા મંજરીને મોટે પાયે નુકશાન થયું છે. વાલોડ તાલુકામાં અંદાજીત છસો હેક્ટર વિસ્તારમાં શાકભાજીમાં ભીંડા અને સો હેક્ટર વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.

ધરતી પુત્રોની હાલત કફોડી બની છે. મોઘીઘાટ, દવા, બિયારણ, ખેડ, ખાતર કરીને માંડ શાકભાજી પાક તૈયાર કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે પડદા પર પાટું જેવી પરિસ્થિતિનું નિમૉણ થવા પામ્યું છે. ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે જેને લીધે ખેડૂતો ચિંતીત બન્યા છે.

વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં ઠંડી ધુમ્મસને લીધે પરવર, ભીંડાને અસર જોવા મળી છે શાકભાજી પાકોમાં કુપળ,પણૅ, ફુલછોડનો વિકાસ થતો નથી, જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. આ સમયે ચુસીયા પ્રકારની જીવતોનો ઉપદ્રવ વધી જાય છે જેમાં દવાઓનો છંટકાવ કરવાથી નિયંત્રણમાં લાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...