તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્ની પ્રેમી સાથે જતી રહેતા પતિએ ફાંસો આપઘાત કર્યો, મિટિંગમાં પત્નીએ પ્રેમી સાથે જ રહેવા જણાવ્યું હતું

વાલોડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંધારવાડદુર ગામના બારી ફળિયામાં રહેતા વિરલભાઇ જગદીશભાઈ ચૌધરીની પત્ની અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ઘરેથી નાસી ગઈ હતી. પત્ની ઘરે પરત નહીં આવતા પતિને માથું લાગી આવતા જ પોતાના ખેતરમાં આવેલ ઝાડ સાથે પત્નીના દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

અંધારવાડી ગામના બારી ફળિયામાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ ચૌધરી (33) પોતાના પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે. શાકભાજીની ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની પત્ની ઉર્વશીબહેન છેલ્લા એક અઠવાડિયાથી વરજાખણ ખાતે રહેતા ધર્મેશભાઈ અમૃતભાઈ પટેલ સાથે પ્રેમ સબંધ ને કારણે નાસી ગયેલ હતી. અંધારવાડીદુર અને વરજાખણ ગામના સરપંચે એક બેઠક મળી હતી, પરંતુ ઉર્વશીએ વિરલ સાથે જવાની ના પાડી દીધી હતી. જેથી વિરલ ઘણા સમયથી મુંઝાય રહ્યો હતો.

પોતાની પત્ની ના પ્રેમ સંબંધો અને પત્નીની વિરહમાં દુઃખી થઈ ગયો હતો. વિરલ રોજ ઘરે દૈનિક કામ કરી ઘરે પરત આવી જતો હોય પરંતુ સવારે માતા પિતા એ ઘરે નહિં જણાઈ આવતા શોધખોળ હાથ ધરી હતી. વિરલની માતા મંજુલાબહેન ખેતરમાં પહોંચ્યા હતા, જેને કડંબના ઝાડ ઉપર ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. મૃતકની પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો