ફરિયાદ:ગરીબોનું અનાજ ખાઈ જતાં વેડછીના પરવાનેદાર વિરુદ્ધ ઉચ્ચસ્તરે ફરિયાદ, 10 કિલો ઓછું અપાયું હોવાની રાવ

વાલોડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામોમાં હાલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતું રેશનિંગનું અનાજ રાષ્ટ્રીય અન્ન અને સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યું છે. કરાયેલા અગ્રતા ધરાવતા કુંટુંબોને વિનામૂલ્યે આપવામાં આવે છે, જે સરકાર દ્વારા નિયત કરેલા માપદંડ મુજબ આપવાનું હોય છે. પરંતુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો મનસ્વી વલણને પગલે ગરીબોનું અનાજ પુરેપુરૂ નહીં આપતાં વેડછીના આગેવાનો એ કલેકટર, ડીડીઓ, મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે.

સરકારે જાહેર કરેલી વિનામૂલ્યે વિતરણ વ્યવસ્થા સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મનસ્વી વલણને ગરીબોનું અનાજ ગરીબ સુધી નહીં પહોંચતા સંચાલક દ્વારા બારોબાર વેચાણ થઈ રહી હોવાની બૂમ ઉઠી છે. ગરીબોના હકના અનાજનો જથ્થો પુરેપુરો નહીં આપતાં અડધું આપીને અન્યાય કરતાં વેડછીના ગામજનોમાં રોષ ફેલાયો છે. વેડછીની સસ્તા અનાજની દુકાનમાં સરકારે વિનામૂલ્યે આપવામાં આવેલ ઘઉં, ચોખા, ખાંડ, દાળ, ચણા, મીઠું લેવા માટે રેશનકાર્ડધારકો લેવા 18મેના રોજ લેવા ગયા હતા. પરંતુ તમામ રેશનીગનો જથ્થો અડધો જ અપાયો હતો. જેથી ગામના જાગૃત નાગરિકોએ સંચાલકોને રજૂઆત કરી હતી. પરંતુ સંચાલકે કહ્યું કે “તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમારી ઈચ્છા પ્રમાણે જ આપીશું’ જેને પગલે ગામના આગેવાનો બચુભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, મોહન રાઠોડ,રાજીવભાઈ ફતેસિંહ ચૌધરી એકત્ર થઈ વેડછી નવી વસાહત, નદી ફળીયું, આશ્રમ ફળીયું, પટેલ ફળીયું, મોટી વેડછી, નવું ફળીયું, ત્રીજા માઈલ સહિતના લોકોને 150થી વધારે ગરીબ લોકોને અનાજ ઓછું આપતાં 99 જેટલા રેશનકાર્ડ ધારકોએ સહી કરીને સંચાલકો સરકારી રેશનિંગનું અનાજ સગેવગે કરતાં હોવાની લેખિતમાં ફરિયાદ વાલોડ મામલતદાર, કલેક્ટર, ડીડીઓ, પુરવઠા અધિકારી અને મુખ્ય મંત્રીને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. વેડછી, અંબાચ સહિતના અંતરિયાળ ગામોમાં ગરીબોને અનાજ ઓછું મળવાની ફરિયાદો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...