તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાલોડમાં વેપારીના પરિવારને રૂમમાં ગોંધી તસ્કરો 1.95 લાખ ચોરી ગયા

માયપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ બેડરૂમને આગળાં મારી તસ્કરો આરામથી હાથફેરો કરી ગયા

વાલોડના રોયલ પાર્કમાં રહેતા વેપારીના ઘરમાં રાત્રે તસ્કરો બારીમાંથી ઘુસ્યા હતાં, સુતેલા સભ્યોના રૂમના બહારથી દરવાજાના અડાગરા મારી, બાદમાં ઠંડા કલેજે ઘરમાં કબાટ તોડી અંદરથી 1,45,500નું સોનુ અને 55000 રોકડા મળી કુલ 195500 ની ચોરી કરી ભાગી ગયા હતા.

વાલોડ ખાતે બાયપાસ રોડ પર રોયલ પાર્ક સોસાયટીમાં નંબર 36 અને 37માં રહેતા મોબાઈલના વેપારી સલીમભાઇ હસમભાઇ મેમણના ઘરમાં રાત્રીના બે વાગ્યા પછીના સમયે તસ્કરો ઘરમાં સ્લાઇડર બારીમાથી લોક ખોલી ઘુસ્યા હતા. બેઠક રૂમમાં જ મુકવામાં આવેલ તિજોરીઓ તોડી પાડી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 55000 મળી કુલ 195500ની ચોરી કરી ગયા હતા, રાત્રિના સમયે ઘરનાં ઓટલા પર મૂકેલ બારીની વેન્ટિલેશન ન હોય બારીનો લોક , કોઈક તીક્ષણ હથિયાર વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને ઘરમાં બે પુત્રો તેમની પરિવાર સાથે સૂતેલ હોય, તસ્કરોએ તેમના રૂમના દરવાજાનું આડકલું બંધ કરી ઠંડા કલેજે ચોરીને અંજામ આપ્યો હતો, મોડી રાતે 2.00 કલાક સુધી પરિવારના સભ્યો ઉજાગરો કરી, પછી પરિવાર પોતાના રૂમમાં ઊંઘવા ગયા હતા, ત્યારબાદ ચોરોએ ચોરીની ઘટનાનો અંજામ આપ્યો હતો. સલીમભાઈ અને તેમના પત્ની કાયમ આગલા રૂમમાં સૂતાં હતાં, ગતરોજ બપોરે સલીમભાઈ અને એમના પત્ની સામાજિક કામે સુરત ગયા હતા, અને રાત્રીના સમયે ઘરે પરત આવ્યા ન હતા.

સલીમભાઇ બન્ને પુત્રો સવારે ઉઠતા દરવાજા નહિ ખુલતા પાછલા બારણેથી બહાર નીકળી મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ચોરી થયા હોવાનું જાણ થતા વાલોડ પોલીસને જાણ કરી હતી. ઘર માલિક સલીમભાઇ સુરતથી આવતા બપોરે 12:00 કલાકે આવતા ચોરી મોટી થઇ હોવાનું જણાવ્યું હતું. ચોરો જાણભેદુ હોવાની હાલ શંકા આધારે વાલોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કોઇને ચોરીની જાણ સુદ્ધા ન થઇ
રાત્રિના 12:00 સલીમભાઈનો દીકરો કામ પરથી આવ્યો અને ત્યારબાદ રાત્રે બે વાગ્યા સુધી જાગતો હતો, ચોરટાઓ રાત્રિના 2 પછી ઓટલા પરની સ્લાઇડર બારીનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને બંને પુત્રોને બેડરૂમમા પૂરી દીધા હતા ત્યારબાદ ચોરી કરી હતી, ચોરી દરમિયાન બે તિજોરી તોડી તેમ છતાં બંને પુત્રોને ચોરી થતી હોવાનું જાણ થઈ ન હતી, તેઓને સવારે ચોરી થયાનું માલૂમ પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...