દીપડી પકડાઈ:વાલોડના ખાંભલા ગામથી મંદિર ફળિયામાં ચાર વર્ષીય દીપડી પકડાઈ

વાલોડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના ખાભલા ગામે મંદિર ફળિયામાં સાત દિવસ અગાઉ દીપડીએ બકરાના બે બચ્ચા મારણ કરી જતા દીપડીને પાંજરૂ મારણ સાથે મુકવામાં આવ્યું હતું, જેમાં સવારે શિકાર કરવા દીપડી આવતા પાંજરે પુરાઇ હતી.

ખાંભલામાં આજદિન સુધી 10થી વધુ દીપડા પાંજરે પુરાયા છે. ગામમાં તથા ખેતરોમાં દીપડાની અવરજવર હોવા અંગે માનવ વસવાટ તથા ખેતરોમાં દીપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો, જેમાં આજથી સાત દિવસ અગાઉ મંદિર ફળિયામાં દીપડીએ આવી બકરીના બે બચ્ચાં ઉપર હુમલો કરી બે બચ્ચાનો શિકાર કરી જવાના ઘટના બની હતી, 2 બચ્ચા દીપડી દ્વારા મારણ કરી જતા ખાંભલાનાં હરસિંગભાઈની અરજીને આધારે ગ્રામજનોએ દિપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓનેે જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓ અને WCCB ના સભ્ય ઈમરાનભાઇ વૈદ સાથે ખાંભલા ખાતે સાત દિવસ અગાઉ મંદિર ફળીયામાં આવી રૂબરૂ સ્થળ ચકાસણી કરી સાત દિવસ અગાઉ પાંજરું મુકવામાં આવ્યું હતું.

મારણ સાથે પાંજરું મુકવામાં આવતા આજ સવારે છ કલાકે મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી, WCCB ના મેમ્બર ઇમરાન ભાઈ વૈદને આ અંગે જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ સાથે સ્થળ પર આવી દીપડી હોવાની ઓળખ કરી દીપડીનો કબ્જો લઇ સવારે વાલોડ વનવિભાગની નર્સરી પર લાવવામાં આવી હતી, દિપડીનો કબજો લઇ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાઢ જંગલમાં છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...