તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરંજખેડ ગામમાં ઓનલાઈન જુગાર રમતાં ચાર પકડાયા

વાલોડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગામોમાં છેલ્લા ઘણાં સમયથી આંતરિયાળ વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાતો રમાઈ રહી છે. કરંજખેડ જંગલ વિસ્તારમાં જુગાર રમતાં ચાર ઈસમોને ઝડપી પાડયા છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે.ડોલવણ પી.એસ.આઈ એન.કે.મોરી અને કોન્સ્ટેબલ હીરેનભાઈ મહેશભાઈ, સુરેશભાઈ છોટુભાઈને ખાનગી બાતમી મળી હતી કે કરંજખેડના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન વોટ્સએપ પર વરલી મટકાના જુગાર રમાઈ રહ્યો છે.

એવી બાતમી મળતા જ પોલીસે કરંજખેડ જંગલ વિસ્તારમાં સચૅ કરીયુ હતું અને જંગલ વિસ્તારમાં સ્મશાન ભૂમિ નજીક છાપરૂંમાં ગેરકાયદેસર મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડાનો જુગાર લખી લખાવી રહ્યા હતા. ડોલવણ કરંજવેલ ગામે પોલીસે રેડ કરી હતી. પોલીસે મુદ્દામાલ મટકાના આંકડા રમતા રોકડા રૂપિયા 11,170 , બે મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 5000 તેમજ બે બાઇક જેની કિંમત 50,000ના મુદ્દામાલ સાથે સંજયભાઈ ધોળિયા પટેલ, કાન્તિલાલ ધોળિયા પટેલ, કંચનભાઈ જીવણભાઈ કોંકણીને ઝડપી પાડયા અને અનિલભાઈ કોંકણીને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો