હાલાકી:કહેર સરદાર ફળિયામાં સતત બે દિવસથી દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં વાછરડા પર હુમલો અને હવે બે દીપડા એક જ ફળિયામાં દેખાયા

કહેર સરદાર ફળીયા ખાતે સતત બે દિવસથી દીપડા અવર જવર કરી રહ્યા હોય અને લોકો ઉઠી જતાં વાછરડાને ઈજાઓ પરોંચાડી ભાગી ગયો હતો. રાત્રીના બે દીપડાઓ એ સરદાર ફળિયામાં નજરે પડતા ગામમાં ફફડાટ ફેલાયો છે. વાલોડ તાલુકો અને તેની આજુબાજુનો વિસ્તાર દીપડા માટે સુરક્ષિત છે. ગતરોજ વાલોડ ખાતે કોઠી ફળિયામાં રહેતા રમીલાબેન હળપતિનાઓ બકરા ચરવા જતા નજર સામે દીપડો બકરાનો શિકાર કરી ગયાની હજી સહી ભૂંસાઈ નથી.

ત્યાં કહેર ખાતે પરમ દિવસે સરદાર ફળિયામાં રાત્રીના સમયે દીપકભાઈ પરભુભાઈ ચૌધરીના મકાનમાં કોઢારમાં પ્રવેશ કરી દીપડાએ વાછરડા પર હુમલો કરવા જતા પશુપાલકો ઊઠી જતાં અને લાઈટો સળગાવતા વાછરડાએ તથા અન્ય પશુઓએ અવાજ કરતા દીપડો વાછરડા પર સાધારણ ઇજાઓ કરી દીપડો ભાગી છુટયો હતો.

ત્યારબાદ ગત રાત્રીના સમયે સરદાર ફળિયામાં રહેતા રમેશભાઈ નારસિંગ ચૌધરીના ઘર નજીક બે દીપડા એક સાથે આવી ચઢયા હતા, પરંતુ ઘરના સભ્યો જાગતા હોય બન્ને દીપડાઓ લટાર મારી જતા રહ્યા હતા, સતત બે દિવસથી કહેર ખાતે એક જ ફળિયામાં દેખાતા દીપડાને કારણે કહેર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સરપંચ રાજુભાઈ રાઠોડે વન વિભાગને ટેલિફોનિક જાણ કરી છે. વન વિભાગ આ બન્ને દીપડાઓને પકડવા માટે પાંજરા મારણ સાથે મૂકે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...