તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વાલોડમાં ગટર ચોકઅપ સમસ્યા ઉકેલવા પાંચ સ્થળે કામગીરી

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ પ્રેશર મશીનથી પાણી બહાર કાઢતા ગટર ઉભરાતી બંધ થઇ

વાલોડ ગામમાં કેટલાક વિસ્તારોમાં ઉભરાતી ગટરનું દુષીત પાણી નીકળતું હોવા અંગે 28મીના રોજ દિવ્ય ભાસ્કરમાં સમાચારો પ્રકાશિત થતા સરપંચે તાત્કાલિક પ્રેશર મશીન મંગાવીને પાંચ સ્થળો પરથી ઉભરાતી ચેમ્બરો સાફ કરાવી હતી.

વાલોડ ખાતે વ્હોરવાડ-લિજ્જત પાપડ નજીક, રંગઉપવન નજીક, વાલ્મિકી નગરમાં એસબીઆઇની સામે , સોડા ફેક્ટરી નજીક, જીગર પ્લાય વુડ જેવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાંથી પાણી બહાર નીકળી રહ્યું હોય આ અંગે તલાટી-સરપંચને જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન થતા દુષિત પાણીથી ત્રસ્ત થઈ કેટલાય દિવસની યાત્નાઓ ભોગવી આખરે દિવ્યભાસ્કરમાં સમાચારમાં પડઘા પડતાં સોમવારે સરપંચ અને સભ્યો જેસીબી, પ્રેશર મશીન, સુપરવાઈઝર તથા મજૂરોને સ્થળ પર લાવી કામગીરી કરાવતા કેટલાય દિવસોના પ્રશ્ર્નનું નિરાકરણ કલાકોમાં લાવી દીધું હતું.

વાલોડ ખાતે ભૂગર્ભ ગટરની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જે અગે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તો અમુક પ્રશ્ર્નોનુ નિરાકરણ થઈ શકે તેમ છે, પરંતુ કામગીરી કરતાં રોડા નાંખનારા ગ્રામ પંચાયતના જ કેટલાક સભ્યો ગામને ગંદકીથી લથપથ રાખવાનું ષડયંત્ર રચતા આવા તત્વો સામે લોકારોષ ફાટી ન નીકળે તો નવાઇ નહીં.

તલાટીને જાણ કરતા તુરંત કાર્યવાહી
સરપંચ રાજેશ્વરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની ચેમ્બરો જામ થવાના પ્રકરણમાં તલાટીને જાણ કરી હતી. આ પ્રશ્ન બાબતે તેમને જાણ થતાં તાત્કાલિક કામગીરી કરાવવા પ્રેશર મશીન,મજૂરો અને જેસીબીથી કામગીરી કરાવી હતી. હજી પ્રેશર મશીનની ખરીદી બાબતે તાત્કાલિક મંજૂરી મેળવવા પત્ર વ્યવહાર પણ આજે કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...