વીડિયો વાયરલ:બાજીપુરા માર્ગ પર ગરનાળાની કામગીરીમાં પાણીનો ભરાવો

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને જાણ કરાતા બાંધકામ દૂર કરવામાં આવ્યું

વાલોડ- બાજીપુરા રસ્તો પહોળો કરવાની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાના અને વરસાદી પાણીની અંદર જ કોંક્રિટનું બાંધકામ કરતા અને ગેરરીતિ આચર્યા હોવાનો ઘટસ્ફોટ થતાં અને તે અંગેની અધિકારીઓને જાણ કરતા વીડિયો વાયરલ થતાં અધિકારીઓને આ બાબતે હલકી ગુણવત્તાવાળું કામ દૂર કરવાની કરવાની ફરજ પાડી કામગીરી દૂર કરાવવામાં આવી. જે કામગીરી થઇ છે તે કામગીરી અંગે ગુણવત્તાસભર કામગીરી થઇ છે કે કેમ તેની પણ તપાસની માંગ ઉઠી છે.

વાલોડ તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ ચારમાર્ગીય નવીનીકરણની કામગીરી સ્યાદલાથી બેડચીત સુધીની કામગીરીમાં ઇજારદાર દ્વારા મનમાની કરી રસ્તો બનાવી રહ્યા છે, ઠેર ઠેર માર્ગ પર કામગીરી ચાલુ હોવાને કારણે ખાડાઓ અને કાદવ કીચડ જોવા મળે છે, બાજીપુરાથી વાલોડ તરફ આવતા માર્ગ પર ઇજારદાર દ્વારા એક ગરનાળાની કામગીરી ચાલી રહી હતી, જે સ્થળે આવેલા પાઇપ ડ્રેઇન સાથે રોડના છેવાડા પર બાંધવાની પ્રોટેકશન વોલના આરસીસી કામમાં ઇજારદાર દ્વારા વરસાદી પાણી કાઢ્યા વગર અને પાણીમાં જ કામગીરી કવિક સેટિંગ કેમિકલ કે જેનાથી કોંક્રીટ સિમેન્ટ તરત સેટ થઈ જાય એનો ઉપયોગ કર્યા વિના અને સરકારી અધિકારીઓની ગેરહાજરીમાં કામગીરી ચાલુ હતી.

કામગીરીનો જાગૃત નાગરિકે વિડિયો બનાવી ઇજારદારની ખામીયુક્ત કામનો વિડિયો દિવ્ય ભાસ્કર દ્વારા અધિકારીઓને બતાવાતા ખામીયુક્ત કામગીરી દૂર કરવાની ફરજ પડી હતી અને દૂર કરાવતા હાલ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...