તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી, પેલાડબુહારી, ગાંગપુર, ઘાણી, બાગલપુર સહિતના ગામોમાં ભૂંડ દ્વારા ખેડૂતોના ઉભા તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન કરી જતાં ખેડૂતોને નુકશાન થયું છે. જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે આ જંગલી ભૂંડને પકડવામાં આવે એવી ખેડૂતોએ માંગ કરી છે.
મળતી માહિતી મુજબ વાલોડ ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ખેડૂતોના ખેતરમાં શાકભાજી પાકોને નુકસાન કરતા જંગલી ભૂંડ દ્વારા શેરડીના ખેતરમાં ખોદીને મુળમાંથી ઉખેડીને નુકશાન કરી રહ્યા છે. જંગલી ભૂંડનું ટોળું રાત્રિના સમયે ખેડૂતોના ખેતરમાં આવીને તૈયાર કરેલા ઉભા પાકને થડમાંથી અને મુળમાંથી ખોદી નાંખે છે.જેથી ખેડુતોની હાલત કફોડી બની છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને નાના અને સીમાંત ખેડુતો દ્વારા શાકભાજી પાકો કરીને એમાંથી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને શાકભાજી પાકોને ભુંડ દ્વારા ખેતરો ખૂંદી વળતા મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જેને પગલે ખેડૂતોની હાલત દયાજનક બની જાય છે.
ખેડૂતો મોંઘીદાટ દવા, બિયારણ, ખાતર, પાણીનો ઉપયોગ કરીને મહામુસીબતે પાકને તૈયાર કરે છે ત્યારે રાત્રિના સમયે ટોળું ખેતરમાં આવીને ઉભા પાકને ઉખેડી નાખે છે. આ જંગલી ભૂંડને વનવિભાગ દ્વારા પકડવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.
દર બે દિવસના અંતરે ભૂંડો ત્રાટકે છે
આ પંથકમાં ઘણાં સમયથી ભુંડ દ્વારા ખેડૂતોના ઉભા ડાંગરપાકને નુક્સાન થયું છે. એક બે દિવસના અંતરે ખેતરમાં આવીને ઉભા પાકને નુક્સાન કરી રહ્યા છે. > વિપુલભાઈ પટેલ, ખેડુત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.