તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:DGVCLની પરીક્ષા: તાપી જિલ્લાના પરિક્ષાર્થીને અમદાવાદ કેન્દ્ર ફાળવાયું

માયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એસટી દ્વારા પરીક્ષાર્થીઓની રિટર્ન ટિકિટ પણ રદ કરી દેવાતા મુશ્કેલી વધી

તાપી જિલ્લાના રોજગાર ઈચ્છુઓએ ડીજીવીસીએલની વિવિધ પદો પર ભરતી માટે પરીક્ષાના ફોર્મ ભર્યા હોય. આવતીકાલે તા. 31 મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા જનાર છે. જેમાના કેટલાક પરીક્ષાર્થીઓની એસટી બસમાં રિટર્ન થવાની ટિકિટો રદ થઇ ગઈ છે, અને 31 મી ડિસેમ્બરને અનુલક્ષીને સરકારે કડક અમલ માટે 144 ની કલમ લગાવતા પરીક્ષા કેન્દ્રથી બસ સ્ટોપ પર જતાં મોટી મુશ્કેલીઓ પડવાની સંભાવના રહી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લેવામાં આવનારી વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા માટેની લેખિત પરીક્ષા તા. 31 મી ડિસેમ્બરના રોજ લેવામાં આવનાર છે, જે પરીક્ષા માટે તાપી જિલ્લાના પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્રો અમદાવાદ ખાતે ફાળવવામાં આવ્યા છે, તાપી જિલ્લાના પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષામાં જવા અને પરત આવવા માટે એસટી નિગમની ટિકિટો ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું, જે અમદાવાદથી પરત આવવાની ટિકિટો એસટી નિગમ દ્વારા તા. 31 મી ડિસેમ્બરને અનુલક્ષીને રદ કરેલ હોવાનો મેસેજ આવી જતા પરીક્ષા આપવા જતા પહેલા પરીક્ષાર્થીઓ ચિંતામાં મુકાયા છે, સાથોસાથ પરીક્ષાના સમય સાંજે 4 થી 6 નો રાખવામાં આવ્યો છે, જે પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષા કેન્દ્રોથી બસ સ્ટોપ પર આવવા તથા બસની ટિકિટો રદ થતા પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓ પડવાની શક્યતા રહી છે, તા. 31 મી ડિસેમ્બરમાં કોઈ કાર્યક્રમ ન કરવામાં આવે અને કોરોનાનો વાવર વધુ ન વકરે તે માટે સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં પ્રતિબંધો મુકવામાં આવ્યા છે, જેથી બસ ન મળે તો પરીક્ષાર્થીઓ માટે મોટો પ્રશ્ન રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો