આ વખતે ઈલેક્શન:વાલોડના ગોડધા ગામમાં 45 વર્ષ પછી ચૂંટણી યોજાઈ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની બિનહરિફ વરણીની પરંપરા તૂટતાં પ્રથમવાર ચૂંટણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોડધા ગામે 45 વર્ષ વરસથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગ્રામજનોની ઇચ્છા મુજબની પેનલ બનાવીને એકબીજાના ઉમેદવારો ઊભા કરીને બિનહરીફ ચૂંટાઈ આવતા હતા, અને ગામની સમરસતા 45 વર્ષ સુધી અંકબંધ ચાલી આવી હતી, હાલની ચૂંટણી જાહેર થતાં આજે 45 વર્ષના અંતરાલ બાદ આજે ગોડધા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ગામના કુલ 1000 ની વસ્તી ધરાવતા ગોડધા ગામના મતદારો 842 છે.

સરપંચના 2 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જ્યારે કુલ 8 વોર્ડના 17 સભ્યો પૈકી વોર્ડ નંબર 4 ના 1 સભ્ય ઉર્વશીબેન હિરેનભાઈ પંચાલ બિનહરીફ જાહેર થતાં બાકીના 16 સભ્યો વચ્ચે સીધેસીધો જંગ જામ્યો હતો. ગોડધા ગામે 45 વર્ષના અંતરાલ બાદ ચૂંટણી યોજાઈ રહ્યો હોય રસાકસી અને રાજકીય માહોલ ગરમાતા લોકોનો રૂખ કઈ તરફ રહેશે તે હાલ કહેવું વહેલું ગણાશે, ગોડધા ગામે આગેવાનો નરેશભાઈ, મુકેશભાઇએ શાંતિપૂર્ણ મતદાન માટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...