તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રોડ લેવલીંગ મશીન નીચે બાઇક આવતાં ચાલકનું મોત

વાલોડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ પાટિયા પાસે રોડના કામ માટે રોટર મશીનની નીચે કામ કરતી એક બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે.

ગોલણ ગામના બે યુવકો દૂધ ભરીને પરત આવતા બાઇક નંબર GJ 27 M 9461 સ્મિતભાઈ ચૌધરી ઉ.આ.વ 23 રહે. ખાખર ફળિયામાં અને સુજીતભાઈ ચૌધરીના દૂધ ડેરીમાં ભરીને પરત આવી રહ્યા હતા. તે સમયે ગોલણ પાટીયા પાસે ઉભા હતા. ત્યારે સ્ટેટ હાઈવેનું કામ કરનાર એજન્સીનો એક રોડ રોટર ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવતા બાઈકચાલકને અડફેટે લીધો હતો.ગામજનો દોડી આવ્યા હતા અને જેમાં બાઈકચાલક સ્મિત દિનેશભાઈ ચૌધરી અને સુજીત નરેશભાઈ ચૌધરીનાઓને 108ની સેવા એ વાલોડ ખાતે લઈ જવાયા હતા અને વધુ સારવાર માટે બારડોલી લઈ જતા માર્ગમાં જ સ્મિતભાઈ ચૌધરી માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...