રોષ:વાલોડ પંચાયત સભામાં ડ્રેનેજ લાઇન તેમજ ગૌચરની જમીન મુદ્દે ગરમાટો

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારી મોડા આવતા ગ્રામસભા પણ 40 મિનિટ મોડી શરૂ થતાં રોષ

તાપી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત એવી વાલોડ ગ્રામ પંચાયતમાં આજરોજ જીપીડીપીના કામોનાં 2021-22 નાં આયોજન માટે ગ્રામ સભાનું આયોજન દરમિયાન 40 મિનીટ ગ્રામ સભા મોડી શરુ થઈ હતી. અધિકારી ન હતા એ દરમ્યાન ગ્રામજનો વચ્ચે કેટલાક કામ બાબત રકઝક થઈ હતી, આખરે અધિકારી આવતા ગ્રામ પંચાયત સભા યોજાઇ હતી.વાલોડ ગ્રામ પંચાયતમાં વિસ્તારોમાં આવતા જીપીડીપીના કામો માટેના 2021-22 ના આયોજન કરવા બાબત ગ્રામસભાનું આયોજન વાલોડ ગ્રામ પંચાયત સભાખંડમાં યોજાઇ હતી.

આ ગ્રામસભાના આયોજન બાબત ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામ પંચાયતમાં 17 હજારની વસ્તીએ સમ ખાવા પૂરતા 27 જેટલા જ ગ્રામજનો હાજર રહ્યા હતા, આંગળવાડી કાર્યકરોને બોલાવી સભામાં હાજરી દેખાડવામાં આવી, ગ્રામ સભા ચાલુ થાય એ પહેલા અધિકારી ન આવતા ગામના એક સિનિયર સિટીઝન અને એક રાજકિય અગ્રણી વચ્ચે કેટલીક બાબતો અને પ્રશ્નોને લઇ ચકમક ઝરી હતી,

સૌપ્રથમ સિનિયર સિટીઝને બાકી વેરા અંગેની માહિતી માંગતા માહિતી આપવા બાબતે અગ્રણી સાથે સિનિયર રાજકીય અગ્રણી વચ્ચે રકઝક ચાલુ થતા લોકોનો ઝઘડા દરમિયાન સમય પસાર થયો હતો, સિડીપીઓ ગ્રામસભામાં 40 મિનિટ મોડા આવતા ગ્રામસભા મોડી શરૂ થઇ હતી, જીપીડીપીનું આયોજન અંગે કેટલી રકમનું આયોજન છે, તે બાબત તલાટી,સરપંચ અને સરકારી અધિકારી અજાણ હતા, આયોજન કરવા ગ્રામસભા યોજાતી હોય તો અંદાજિત આયોજનથી અજાણ રહે તે કેટલું યોગ્ય,

ગ્રામસભામાં મુખ્ય મુદ્દો એ હતો કે ભુગર્ભ ગટરની ચેમ્બરો રોડની નીચે દબાયેલી હોય, એ ચેમ્બરોને રોડ લેવલે લાવવા આયોજનમાં કામ લેવા આવે તે અંગે ઉચ્ચ અધિકારીઓને પૂછી કામ હાથ પર લેવા ગ્રામ પંચાયત સભ્ય સોયેબ શેખે રજૂઆત કરી હતી, હાલ આ જ સભ્યના વિસ્તારમાં ચાર જગ્યાએ ભૂગર્ભ ગટર લાઈન જામ છે, દોડકિયા ફળીયમાં પ્રાથમિક શાળા પાસે, બાપુનગર, પુલ ફળિયા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો જામ હોવા અંગે પ્રશ્નાવલી મુખ્ય હતી, આ સાથે ગ્રામ પંચાયત સભ્ય બિલાલ બાંગીએ ગોચર જમીનોમાં આવેલ વિસ્તારમાં કામગીરી કરવા જણાવ્યું હતું, વાલોડ ગામમાં 27 જેટલા ગૌચર વિસ્તારોમાં દબાણ હોવા અંગે અને માત્ર એક જ જગ્યાએ એક જ વિસ્તારને ટાર્ગેટ કરી ગૌચરમાં કામો કરવાની ના પાડવામાં આવે છે,

નિયમ તમામ જગ્યાએ સરખા હોવા જોઈએ તે અંગે રજૂઆત કરવામાં આવી હતી કામગીરી કરવી હોય તો તમામ વિસ્તારમાં થવી જોઈએ અને જો ગૌચરમાં કામગીરી ન થાય થતી હોય તો તમામ ગૌચર વિસ્તારોમાં એક પણ રૂપિયો ન વાપરવા પોતાની માગણી કરી હતી, આયોજનમાં ગટર મુખ્ય બાબત હોય વાલોડ ગામમાં વર્ષો પછી એક નવી ગટર લાઇન નાખવા આયોજનમાં લેવા ગ્રામજનોએ માંગણી કરી હતી કેટલાક કામો અંગે આખરે ગ્રામજનોએ સંમતિ દર્શાવતા કામો હાથ પર લેવા સંમતિ દર્શાવતા અંતે ગ્રામ સભા સમાપન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...