વિતરણ:ગીતા પાઠ કરવાથી પ્રભુત્વની પ્રાપ્તી થાય છે: પૂજય બાસુઘોષ દાસજી

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુહારીમાંં ઘર ઘર ગીતા, હર ઘર ગીતાના પ્રકલ્પમાં 300થી વધારે શ્રીમદ્ ભગવદગીતાનું વિતરણ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાંઇસ્કોનના આંતરાષ્ટ્રીય બ્યુરો મેમ્બર તથા ગુજરાતના અધ્યક્ષ પૂજ્ય બાસુઘોષ દાસજી ગીતા પ્રાકટ્યનાં પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તો હષૅ ઉલ્લાસભેર જોડાયા અને ગીતા પ્રાકટ્યની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આજુબાજુ ગામના ભક્તો ઉમટી પડ્યા હતા.

બુહારી રામજી મંદિરમાંં ઘર ઘર ગીતા, હર ઘર ગીતા ના પ્રકલ્પમાં 300 થી વધારે શ્રીમદ્ ભગવદગીતાનું વિના મૂલ્યે વિતરણ મુખ્ય અતિથિ ઉદયભાઈ દેસાઈ અને પૂજ્ય બાસુઘોષ દાસજી , બ્રહ્મચારી કેશવ શ્યામસુંદર દાસ, સત્યજીતભાઈ દેસાઈ, પ્રજ્ઞેશ આહીર, હીતેશ રાણા, બંશીભાઈ ભાવેશ દેસાઈ આજુબાજુ ગામના ભક્તો ઉમટી પડ્યા હતા. રામજી મંદિરમાં આ પ્રસંગે માનવ મંદિર વિદ્યાલયના રહેવાસી દરેક વિદ્યાર્થીઓને અને બુહારી ગામના હળપતિ બહેનોને ભગવદ્દ ગીતા અપાઈ હતી અને બધાએ સાથે મળીને પાંચ ગીતાના શ્લોકોનો પાઠ પૂજ્ય શ્રીમાન બાસુઘોષ પ્રભુની અધ્યક્ષતામાં કર્યો હતો. પાઠ, પ્રાર્થના દરમિયાન કરવામાં આવશે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી હતી.

પૂજ્ય બાસુઘોષ દાસજી ગીતા પ્રાકટ્યનાં પાવન અવસરે પોતાના પ્રવચનમાં જણાવ્યુ ગીતા પાઠ કરવાથી પ્રભુત્વની પ્રાપ્તી થાય છે રુસ અમેરિકા, રશિયા, યૂક્રેનથી પાધારેલા ભકતો સાથે આખું ગામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે મહામંત્રની ધૂનમાં ઝૂમી ઉઠ્યું હતું. આ ભક્તો આપણા દેશ મા ભાગવત્ ગીતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઇસ્કોન વડોદરાના બુહારીમાં પ્રચાર કરતા બ્રહ્મચારી કેશવ શ્યામસુંદર દાસ દ્રારા આભાર વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...