તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન:વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રિજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અપાયુ

વાલોડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈ લેવલ બ્રિજનું કામ 5 જૂનથી 3 ઓગસ્ટ 2021 સુધી ચાલશે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામમાં મિંઢોળા નદીના કિનારે બનાવવામાં આવી રહેલા બ્રિજ કન્ટ્રક્શન ઓફ હાઇ લેવલ બ્રીજ ઓન દેગામા ટીચકપુરા રોડ ઓન મીંઢોળા રીવર વાલોડ ખાતે મીંઢોળા નદી પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજ નવનિર્માણ થઈ રહ્યો છે. ‌‌ લોકોને તકલીફ ન પડે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. બી. વહોનિયાએ જાહેરનામું બહાર પાડી દેગામાથી ટીચકપુરા રોડ (મીંઢોળા નદી ઉપર) બંધ કરી વ્યારા ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે હવે દેગામા-રૂપવાડા-કપુરા રોડ, દેગામા-શાહપુર-વ્યારા રોડ, દેગામા-બાજીપુરા-વ્યારા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.05/06/2021 થી તા.03/08/2021 સુધી અમલમાં રહેશે.દેગામા પંથકમાં આવેલા ટિચકપુરા નદી કિનારે આવેલા માર્ગ બંધ કર્યો છે. વ્યારા પહોંચવા દેગામાથી રૂપવાડા અને દેખાવમાં બાજીપુરા વ્યારા રોડ ઉપર કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...