તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યુનિ.ની પરીક્ષા માટે ઓનલાઇન કે ઓફલાઇન એક ચોઇસ આપવા માગ

વાલોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલોડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન અપાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લાના વાલોડ તાલુકાની શાખા દ્વારા વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. હાલમાં કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને VNSGU દ્વારા UG તથા PG ની ઓનલાઇન અને ઓફલાઈન લેવાઈ રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો ની સમસ્યાને લઈ ત્વરિત નિર્ણય લ ઈ. યુનિવર્સિટી ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓને એક ચોઇસ નક્કી કરવા માટે વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે વાલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વાલોડ તાલુકાના ABVP વાલોડ નગર મંત્રી અક્ષય ડી ધનગર, સહમંત્રી પ્રશાંત સીરસાત, શ્રેયા દરબાર, રીનાબેન રાજપૂત, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક સમુન્દ્રર રાજપૂત, કારોબારી સભ્ય કેનિલ પટેલ, તેમજ અન્ય કાર્યકર્તા વિશાલ ઝા, આકાશ સીરસાત, દ્રારા આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યું.વિધૉથીઓને પડતી તકલીફો દૂર કરવા વિવિધ પ્રકારની માંગણી કરી હતી.

તાપી જિલ્લામાં નેટવર્કની સમસ્યા હોય એટલે યુનિવર્સિટી તમામ તાલુકાની કોલેજોમાં ઓનલાઇન પરીક્ષા લેવા માટે બેઠક અને વાયફાયની વ્યવસ્થા કરી આપે સરકારી હોસ્ટેલ કોવીડ-19 ના નિયમોનું પાલન સાથે ખોલવામાં આવે અને વિદ્યાર્થીઓને રહેવા માટે વ્યવસ્થા કરવી. ટેબલેટ વહેલી તકે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વહેલી તકે વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર કરવા માટે માંગ કરી છે .

અન્ય સમાચારો પણ છે...