તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ડોલવણ તાલુકાના ટકીઆંબામાં સસ્તા અનાજ દુકાનધારકનું લાયસન્સ રદ કરવા માટે માંગણી

માયપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કર્મચારીઓએ બે દિવસમાં કાર્યવાહી કરવાનું જણાવ્યા છતાં કાર્યવાહી ન થતાં આવેદન

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ટકીઆંબામાં રેશનિંગ અનાજના દુકાનદાર દ્વારા અનાજ સગેવગે કરતા ગ્રામજનોએ ઝડપી પડેલ આ પ્રકરણમાં કાર્યવાહી કરવા અને દુકાનદારનું લાઇસન્સ રદ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યુ હતુ. ટકીઆંબામાં સસ્તા અનાજ દુકાન ધારક જયસિંહકોકણી પિક અપ નંબર (GJ 19 V 1336માં અનાજ લઇ પસાર થતા ગ્રામજનોએ અટકાવી અનાજ સગેવગે થતું અટકાવ્યું હતુ. ગ્રામજનોએ ચાલકને રંગે હાથ પકડી પડ્યો હતો.

આજરોજ બનાવ સબંધે કાર્યવાહી ન થતા ટકીઆંબા અને બેસણીયાના રહીશોએ કલેકટર તથા ઉચ્ચ કક્ષાએ આવેદન આપ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે અનાજ સગેવગે કરતા પકડાયા બાબતની જાણ પોલીસ અને મામલતદારને કરતા 62 ગુણ ઘઉં મળી આવેલ અને પૂછપરછમાં ટેમ્પો ચાલકે એક માસમાં ત્રણ ફેરા અનાજ સગેવગે કર્યો હોવાનું કબુલ્યું હતું, તેમજ જયસિંહના ઘરે તપાસ કરતા 45 ગુણ અનાજ મળી આવ્યું હતુ. કુલ રૂ. 465956.40નો જથ્થો પકડાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું.

આ આંકડો પુરવઠા અધિકારીએ આપ્યો હતો. દુકાનદાર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે ત્યારે વિતરણ વ્યવસ્થા કરતી વખતે કુટુંબદીઠ અનાજ ઓછું આપતા ગ્રામજનોએ પગલું ભર્યું હતું. કુપન બાબતે જ્યા ફરિયાદ કરવી હોય ત્યાં કરો તેમ કહી ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. દુકાનદારે પ્રજાનું અનાજ કાળા બજારી કરી રોકડી કરી મિલ્કતો બનાવી હોવાનું જણાવ્યું છે જો યોગ્ય તપાસ થાય તો 10થી 15 વર્ષનું કૌભાંડ બહાર આવે તેમ છે. દુકાનદાર સામે નિષ્પક્ષ તપાસ કરવા અને કાર્યવાહી કરવા અને દુકાનદારનું લાઇસન્સ રદ કરી નવા દુકાનદારને નીમવા અરજ કરી છે.

દુકાનધારક અનાજ લેવા 5થી 7 વખત ધક્કા ખવડાવતો હતો
મજનોએ કરેલ અરજમાં તેમને આક્ષેપ કર્યા હતા કે અનાજ લેવા 5થી 7 વખત ધક્કા ખવડાવતો, તેમજ કુપન આપવામાં આવતી ન હતી, નેટ અને લાઈટના બહાના હેઠળ અનાજ આપતો ન હતો, કેરોસીન તમારું આવ્યું નથી એમ કહેવાતું અને કોઈ કેરોસીન લેવા જાય તો 5 લિટરના રૂ.400 લઇ 5 લીટર કેરોસીન આપતો હતો, અનાજ ઓછું આપ્યું હોવા છતાં રેશન કાર્ડમાં પૂરેપૂરું અનાજ આપ્યાની નોંધ કરતો હતો.

બે દિવસમાં કાર્યવાહી કરશું
અનાજ પકડાયું તે સમયે સ્થળ પર હાજર સરકારી કર્મચારીએ ગ્રામજનોને જણાવેલ કે બે દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહી જનાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો પણ આવેદનપત્રમાં જણાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...