તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પેલાડ બુહારીમાં દીપડાએ પાડીયાને ફાડી ખાધું

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેલાડ બુહારીમાં હિંસક દિપડાએ એક પાડીયાને ફાડી ખાધું. - Divya Bhaskar
પેલાડ બુહારીમાં હિંસક દિપડાએ એક પાડીયાને ફાડી ખાધું.
  • વાલોડમાં બે દિવસ પહેલાં જ દીપડાએ વાછરડા પર હુમલો કરી ફાડી ખાધું હતું

વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હિંસક દીપડાએ દહેશત ફેલાવી છે. રહેણાંક વિસ્તારમાં વિચરણ કરી રહ્યા છે અને ખેડૂતોના પશુઓ પર હિંસક હુમલા કરી રહ્યા છે. ગામમાં દૂધ મંડળીના પ્રમુખના કોઢારામાં ભેંસના પાડીયા પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વાલોડમાં બે દિવસ પહેલાં વાછરડાને ફાડી ખાધુ હતુ.

પેલાડબુહારી ગામમાં મળસ્કેના સુમારે પેલાડ બુહારી દૂધ મંડળીના પ્રમુખ નવીનભાઈ નાનુભાઈ પટેલ ઘણા સમયથી ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમનાં ઘરની પાછળના કોઢારામાં ગાય ભેંસની સાથે એક પાડીયુ સાથે બાંધ્યું હતું. તેના પર હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત તાં મોત થયુ હતુ. સવારે ચારો નાંખવા જતાં પાડીયુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની જાણ સરપંચ ભરતભાઈ પટેલને કરતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

વળતર મળે કાર્યવાહી કરવામાં આવી
પેલાડબુહારી ગામમાં મોરા ફળિયામાં હિંસક દીપડાએ એક પાડીયાને ફાડી ખાતાં ડરનો માહોલ સર્જાયો છે. સરપંચ વનવિભાગને જાણ કરવામાં આવતાં જ વનવિભાગના ઇન્ચાર્જ ફોરેસ્ટર વસંતભાઈ સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પંચકયાસ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને વળતર મળે કાર્યવાહી કરવામાં આવી હતી.

દીપડાઓ ટ્રેપ કેમેરા ગોઠવવા જરૂરી
વાલોડ તાલુકાના ગામોમાંથી દિન-પ્રતિદિન હિંસક દીપડાઓ બેખોફ વિચરણ કરી રહ્યા છે અને રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં લોકોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. એવાં સમયે ટ્રેપ કેમેરા, સીસીટીવી, આધુનિક ટેકનોલોજીના યુગમાં અદ્યતન નાઈટ વિઝનમાં કેમેરા ગોઠવવા જરૂરી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...