તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લાના ડોલવણના નાખવા ગામે એક ખેડૂતના ખેતરમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેની જાણ ખેડૂતે કરતાં વનવિભાગના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃત દીપડાનો કબજો લઈ પી.એમની કાર્યવાહી માટે લઈ જવાયો છે. દીપડાનું મોત કઈ રીતે થયું હજુ સુધી જાણી શકાયું નથી.
ડોલવણ અને વાલોડ તાલુકાના ગામોમાં ઠેર-ઠેર દીપડાઓ ખુલ્લાં માનવવસ્તી તરફ વિચરણ કરી રહ્યા છે. આ વિસ્તારમાં જેમ જેમ શેરડીના ખેતરો કટીંગ થઈ રહ્યા છે. રાત્રિના સમયે છુપાયેલા દીપડાઓ ખુલ્લાં માનવવસ્તી તરફ વિચરણ કરતા વારંવાર જોવા મળ્યા છે, જેને પગલે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ખેતરાડી વિસ્તારમાં વિચરણ કરતા દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે. વાકલા ગામે એક 12 વર્ષીય હિંસક દીપડો મૃત મળી આવ્યો છે.
ડોલવણ તાલુકાની વાકલા ગામના ખેડૂત રેશમા મગન ગામીતના ખેતરમાં ડાંગર પાકની રોપણી ચાલી રહી છે. ગતરોજ કામ માટે સવારે મજૂરો તરૂ ઉખેડીને લેવા ગયા હતા અને આ સમયે ખેડૂતે ખેતરમાં દીપડો નજરે પડ્યો હતો. જોકે સવારના સમયે જ ખેતરમાં નજરે પડતાં ખેડૂતના પગ નીચે જમીન સરકી ગઈ હતી. જોકે બે મિનિટ સુધી કોઈ પણ હિલચાલ જોવા મળી ન હતી, જેને પગલે ખેડૂતે નજીકમાં પહોંચી ગયા હતા અને તપાસ કરતાં મૃત હાલતમાં જણાય આવ્યો હતો. ગામના સરપંચ વિજયભાઈ ગામીતને જાણ કરતા સરપંચ વનવિભાગના અધિકારીઓ જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રામસિંહભાઈ ફોરેસ્ટર અંતાપુર રાઉન્ડ, આર. આઈ. કોસાડા વ્યારા ઘટનાસ્થળે આવીને મૃત દીપડાનો મૃતદેહનો કબજો લઇ લીધો હતો.દીપડાના વનવિભાગ દ્વારા કરંજવેલ નર્સરી પર વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દીપડાને ઇજાના કોઇ નિશાન નથી
દીપડો અંદાજીત બાર વર્ષનો છે. આંખ, દાંત, નખ, પૂંછડી, કોઈ જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા નથી. દીપડાનું કુદરતી મૃત્યુ હોવાની સંભાવના છે. અવશેષ લઈ FSLમાં મોકલ્યા છે. પંદર દિવસ પછી રિપોર્ટ આવશે.> આર.આઈ.કોસાડા, આર.એફ.ઓ.વ્યારા
આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ નિશાન મળી આવ્યા નથી
વાકલા ગામેથી મૃત દીપડાનો કબજો લઈ વ્યારા પશુ ચિકિત્સક મુખ્ય કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ડોક્ટરોની ટીમ દ્રારા પી.એમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપડાનું મોત કેવી રીતે થયું છે એ હજુ સુધી જાણી શકાયું નથી. જે જગ્યાએથી મળી આવ્યો એ જગ્યા પર પગલાં કે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ નિશાન મળી આવ્યા નથી. વનવિભાગની ટીમ દ્વારા ખેતરની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી રહ્યા છે.> રામસિંહ, સ્થાનિક
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.