કોરોના અપડેટ:તાપી જિલ્લામાં વધુ 1 કેસ મળતાં હાલ 3 કેસ એક્ટિવ

માયપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 17 મી નવેમ્બરનાં દિવસે કોરોના પોઝિટિવનો 1 કેસ નોંધાયો છે. ડોલવણ તાલુકાના વાંકલા ગામેે સ્ટેશન ફળિયામાં રહેતા એક 29 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે, અગાઉ તા.13 મીના રોજ પણ આજ વિસ્તારમાં રહેતા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

હાલ તાપી જિલ્લામાં વાલોડ અને ડોલવણ તાલુકામાં બે મળી કુલ ત્રણ પોઝિટિવ કેસ આવતા તાપી જિલ્લાના રહીશોએ કોરોના ગાઈડ લાઇનનું સંપૂર્ણ પાલન કરવું પડશે, દિવાળીના દિવસોમાં લોકોએ કોરોનાને હળવાશથી લેતા કોરોના બિલ્લી પગે તાપી જિલ્લામાં આગળ વધી રહયા હોવાનું હાલ લાગી રહ્યું છે, કેટલાક સમય સુધી જિલ્લામાં શૂન્ય હતો હવે ત્રણ દર્દીઓ સંક્રમિત થતા સજાગતા રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...