ચૂંટણી:પેલાડબુહારી દૂધ મંડળીની ચૂંટણીમાં વર્તમાન અને માજી પ્રમુખ આમને-સામને

વાલોડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિગત નિશાન પર મતદાન કરાવીે ચૂંટાવાનું હોય ચૂંટણીની પ્રક્રિયા કઠિન બની

તાપી જીલ્લાના વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ ની ચૂંટણીને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી દુધ મંડળીની ચૂંંટણીમાં વર્તમાન પ્રમુખ અને માજી પ્રમુખ આમને સામને આવી જતાં માહોલ ગરમાયો છે. સભાસદોનો વ્યક્તિગત સંપર્ક કરી પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. પેલાડબુહારી દૂધ મંડળીના 326 સભાસદો પૈકી 48 મરણ 278 મતદરો છે.

દૂધમંડળીની વાર્ષિક સાધારણ સભા 5.9.2021ના રોજ મળી હતી. અને વ્યવસ્થાપક બોર્ડના મુદત પુણે થતાં નવાં બોડૅમાં નિયત 11 સંખ્યા કરતાં વધુ 26 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું જે પૈકી 4 સભાસદોએ પરત ખેંચી લેતા 22 જેટલા દૂધ ઉત્પાદક સભાસદો મેદાનમાં ઉતાર્યા છે. દૂધ મંડળીની ચૂંટણી કરવા માટે ગામના આગેવાનોને ચૂંટણીઅધિકારી તરીકે દિપકભાઈ પટેલ, બિપિન પટેલ, ઈશ્વરભાઈ પટેલ પ્રશાંત પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.

પેલાડબુહારી દૂધ મંડળીની ચૂંટણી 10.10.2021 ના રોજ યોજાઇ રહી છે ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચૂંંટણીમાં પ્રવતૅમાન પ્રમુખ નવીનભાઈ પટેલ અને ભરતભાઈ પટેલની ટીમ સામે માજી પ્રમુખ કિશોરભાઈ પટેલ અને વિનોદભાઈ પટેલની ટીમ મેદાનમાં સામસામે આવ્યા છે. ચૂંટણીમાં વ્યક્તિગત નિશાન પર મતદાન કરાવીને સૌથી વધુ મત મેળવીને ચૂંંટાવાનું હોય જેને પગલે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...