અનોખો સંયોગ:મોરદેવીના ખોડિયાર મંદિર પાસે વર્ષોથી મગરના ધામો

વાલોડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 વર્ષ પહેલાથી મગર અહીં વસવાટ કરી મંદિરની રક્ષા કરતો હોવાની લોક માન્યતા

મોરદેવી ગામ તથા તેની આજુબાજુના વિસ્તારમાં વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની નવાઈ નથી, છેલ્લા ચાર વર્ષથી ખોડિયાર માતાના મંદિર નજીકના વિસ્તારમાં મગર દેખાતો અને મંદિરની રક્ષા કરતો હોવાની લોક માન્યતાઓ છે.

મોરદેવી ખાતે ખોડિયાર માતાના મંદિર નજીક છેલ્લા સતત ચાર વર્ષથી મગર દેખાતો હોય છે, લોક માન્યતા મુજબ મગર એ ખોડિયાર માતાનું વાહન હોય મંદિર નજીક આંટાફેરા મારી મંદિરની રક્ષા કરતો હોવાનું લોકોનું માનવું છે, જેમાં ખાસ કરીને શિયાળામાં મગર મંદિર નજીકના નદી કિનારાના વિસ્તારમાં સવારે 10 થી 12 કલાકના અરસામાં દેખા દે છે, અને નદીમાં વસવાટ કરતું મગર સવારના 10 થી 12 ના અરસામાં કિનારે નદીમાંથી નીકળી તડકો ખાવા બહાર નીકળે છે, ગત વર્ષ દરમ્યાન પણ મગરે આજ વિસ્તારમાં દેખાયો હતો.

લોક વાયકા અને પૂર્વજોના જણાવ્યા મુજબ મોરદેવી ખાતે 100 વર્ષથી વધુ સમયથી મગરનું રહેઠાણ હોવાનું લોકોનું માનવું છે. WCCBના સભ્ય ઇમરાન ભાઈ વૈદે જણાવ્યું હતું કે નદીઓમાં માર્શ પ્રજાતિની ક્રોકોડાઈલ એટલે કે મીઠા પાણીનું મગર છે, જે મોટેભાગે મીઠા પાણીમાં જ રહે છે, અને તેનો મુખ્યત્વે ખોરાકમાં પાણીમાં રહેલા દેડકાઓ,માછલીઓ,ઝીંગા જેવા જળચર પ્રાણીઓનો શિકાર કરે છે.

મગરે કોઇ પણ હુમલો કર્યો હોય તેવું હજી સુધી નોંધાયું નથી
મોરદેવીના માજી સરપંચ અનિલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજદિન સુધી નદી કિનારે તથા મંદિરની આસપાસ મગર દેખાતું હોય મગરે કોઈ ઉપર હુમલો કર્યો હોય તેવું અમારી જાણમાં નથી, સવારે મંદિરે પૂજા કરવા જતા મગર સ્પષ્ટ નજરે પડતા મોબાઈલના કેમેરામાં ફોટો ખેંચી લીધો હતો, અહીં મગરો 100 થી 110 વર્ષ ના સમયગાળાથી મગરનું અસ્તિત્વ હોવાનું પૂર્વજો દ્વારા કહેવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...