ખેડૂતોમાં ચિંતા:વાલોડ-ટાંકલી રોડ પર ખેતરોમાંથી સામાનની ચોરીનો સિલસિલો જારી

માયપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ એક ખેતરમાંથી સબમર્સિબલ મોટર ચોરોતા ખેડૂતોમાં ચિંતા

વાલોડ તાલુકાના મુખ્ય મથકથી ટાંકલી રોડ ઉપરના ખેતરોમાં મોટર, વાયર, ખેરના લાકડાં, ડીજીવિસિએલનાં ટ્રાન્સફોર્મર જેવા સાધનોની ખેતરોમાંથી બેખોફ ચોરી થઈ રહી છે જેનો સિલસિલો યથાવત્ રહ્યો છે, ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વાલોડ ખાતે બ્લોક નંબર 734/બ વાળા ખેતરમાં મુકવામાં આવેલ પાંચ એચ.પી.ની મોનોબ્લોક મોટર તા. 19/11/2021 ના સાંજે 7.30 કલાક સુધી પાણી પીવડાવ્યું હતું, પાવર જતા ખેતર માલિક અમીન હારુનભાઈ કાઝી ઘરે આવ્યા હતા, તેઓના ખેતરમાં મોડી સાંજ સુધી પાણી પીવડાવતા પાણી પીવડાવવાનું બાકી રહી ગયું હોય બીજા દિવસે પાણી પીવડાવા સવારે ખેતરે જતા બોરની બહાર મૂકેલી મોનોબ્લોક મોટર બહાર નહિ દેખાતાં ચોરી થયાની જાણ થઈ હતી, મોટર કોઈક ચોર ઇસમો ચોરી ગયા હોવાનું તેમને શક ગયું હતું, ચોરીનો બનાવ બન્યો હોવાની જાણ થતા તેઓએ પ્રથમ આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં તપાસ કરી હતી કોઈ વાવડ ન મળતા આખરે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજ કરવામાં આવી હતી.

વાલોડ પંથકમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાલોડ ટાંકલી રોડ ઉપરના ખેતરોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે, આ માર્ગ પર બંધ ફાર્મ હાઉસમાંથી વાયરોની ચોરી, ખેરના તથા સાગના ઝાડ કાપી જવાના ચોરીના બનાવો, ખેતરની નજીકમાં આવેલ ડીજીવીસીએલ કંપનીનું ટ્રાન્સફોર્મર અને નજીકમાં આવેલ મોટર અને વાયર ચોરી કરી ગયાનો બનાવ એકસાથે બનાવ બન્યા છે, આ બનાવ અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, એક જ વિસ્તારમાંથી વારંવારની ચોરીથી ચોરોની હિંમત ખુલી ગઈ છે, અને ખેડૂતોને ટાર્ગેટ બનાવી ખેતીની મોટરો વાયરો ખેતરમાં ઉભા રહેલા અને ખેરના કીમતી જાડો ચોરી થઈ જવાના બનાવો બની રહ્યા છે.જેથી ખેડૂતોમાં ચિંતા વધવા પામી છે.

આ અંગે તપાસ કરવામાં આવે તો મોટા ચોરટાઓ કે તેમની ગેંગ બહાર આવે એવી શક્યતા રહી છે, વાલોડ પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં ફરે છે પરંતુ ચોરટાઓ પોલીસ પેટ્રોલિંગ કરી જતી રહે ત્યારબાદ ચોરીને અંજામ ચોરટાઓ આપતા હોય એવું હાલ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...