તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાલોડમાં મંજૂરી વિના લગ્નમાં 150 વધુ લોકો ભેગા થતાં ફરિયાદ

માયપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેલવાડા ગામની કન્યાના પિતા સામે ગુનો દાખલ કરાયો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામે લગ્નમાં ભીડ એકત્રિત થવાનો એક કિસ્સો સામે આવ્યો છે. કલેકટર તાપીના જાહેરનામાનો ભંગ કરી લગ્નનું આયોજન કરી, લગ્ન પ્રસંગમાં લોકોની ભારે ભીડ થઈ હોવાની જાણ થતાં પોલીસે લગ્નનું આયોજન કરનાર કન્યાના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

06/06/2021 ના રોજ વાલોડ તાલુકાનાં દેલવાડા ગામના તળાવ ફળિયા ખાતે લગ્ન પ્રસંગમાં મોટો મેળાવડો થયો હોવાની જાણ થતાં વાલોડ પોલીસે પંચો અને સાક્ષીઓને લઈ દેલવાડા ખાતે તળાવ ફળિયા ખાતે જતાં ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મંડપ પાડેલ હતો અને મંડપમાં લોક ટોળાં ભેગા થયા હતા.

તપાસ કરતા આ લગ્ન તળાવ ફળિયામાં રહેતા કાંતિભાઈ રમણભાઈ પટેલની દીકરીના લગ્ન પ્રસંગે 150થી 200 લોકો ભેગા થયાં હતાં. તાપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં લગ્નમાં 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં તેવા જાહેરનામાં પ્રસિદ્ધ થયેલ હોવા છતાં કાંતિભાઈ રમણભાઈ પટેલે લગ્નપ્રસંગમાં 150-200 લોકોનો લગ્નમાં ભેગા કરી સરકારના જાહેરનામાંનો ભંગ કરેલ છે.

વાલોડ પોલીસ સ્ટેશન, મામલતદાર કે સક્ષમ અધિકારી પાસેથી લગ્નપ્રસંગ હોવા છતાં અને ભીડ જમા થવા છતાં કોઈપણ પ્રકારની જાણ કે પરવાનગી મેળવવામાં આવી ન હતી, જેથી સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરી જાહેરનામાનો ભંગ કરેલ હોય વાલોડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી રામાભાઇ ભુપેન્દ્રભાઈની ફરિયાદના આધારે વાલોડ પોલીસે કાંતિભાઈ રમણભાઈ પટેલની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ વાલોડના અ.હે.કો. દાઉદભાઈ દેવીદાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...