કાર્યક્રમ:વાલોડ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો શરૂ

માયપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય મોહનભાઇ ધોડિયા અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજમાં RUSHA /UDISHA /SAPTADHARA /NSS અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગો ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે શરૂ કરવામાં આવ્યા છે. વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજમાં RUSHA /UDISHA /SAPTADHARA /NSS અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગો શરૂ કરવાનો કાર્યક્રમ ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષપણામાં યોજવામાં આવ્યો હતો.

વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજમાં આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી હતી, ત્યારબાદ કોલેજના આચાર્ય ભદ્રેશભાઈ પરમારે મહેમાનો સ્વાગત કરી કાર્યક્રમનો ઉદેશ વિષે વિસ્તારથી માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા બાદ સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી જરૂરી હોય છે, જે સરકારી નોકરીઓ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા ઘણું મોડું થયું હોય છે, ત્યારબાદ પરીક્ષાઓની તૈયારીમાં વર્ષો બગડે છે.

આ કાર્યક્રમ થકી વિદ્યાર્થી કોલેજમાં પ્રથમ વર્ષમાં આવે ત્યારથી કેન્દ્ર સરકારની યુપીએસસી, ગુજરાત સરકારની જીપીએસસીની, સ્ટાફ સિલેક્શન કમિશનની, પંચાયત સેવા ભરતી બોર્ડની, ગૌણ સેવા આ બધા મંડળોની પરીક્ષાઓની તૈયારી, માર્ગદર્શન મળી રહે તેનું આયોજન કોલેજ દ્વારા વિધાર્થીઓને સ્પીપા જેવા સેન્ટરોના તજજ્ઞો, વકતાઓની ઓનલાઇન માર્ગદર્શન આપશે. આ કોર્ષ અઠવાડિયામાં બે દિવસ ચાલે તેવું હાલમાં આયોજન થયું છે અને વિદ્યાર્થીઓ વધુ ભાગ લેશે તો અઠવાડિયામાં બે દિવસોને બદલે દિવસો વધારવામાં આવશે.

આ ઓનલાઇન કોર્ષમાં અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગ લઇ શકશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એપીએમસીના ઉપપ્રમુખ ઉદયભાઈ દેસાઈ અને ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. NSSમાં યુનિવર્સીટીમાંથી મળેલ પ્રમાણપત્રો વિતરણ મહેમાનોના હાથે કરાયા હતા.જિલ્લા પંચાયત સભ્ય જ્યોત્સના ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઇ કોંકણી, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ભુપેન્દ્રભાઈ ગામીત તથા વાલોડ તાલુકા ભાજપના મહા મંત્રી ધવલભાઈ શાહ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...