ન્યાયની માગ:‘શેરડીના 2400ના ભાવ સામે માત્ર 1750 આપીને કોલાવાળા ઉઘાડી લૂંટ ચલાવે છે’

માયપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીટીએસ દ્વારા વાલોડ મામલદારને આવેદન. - Divya Bhaskar
બીટીએસ દ્વારા વાલોડ મામલદારને આવેદન.
  • શેરડીની ઓછી કિંમત ચુકવી ખેડૂતો સાથે અન્યાય થવાની રાવ

વાલોડ તાલુકામાં તાજેતરમાં શરૂ થયેલ ગોળના કોલાનાં માલિકો દ્વારા ગરીબ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદી તે શેરડીના પોષણક્ષમ ભાવ મળે તે માટે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા વાલોડના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,આજરોજ બપોરના 3:00 વાલોડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ ધોડિયાને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે વાલોડ તાલુકામાં ચાલતા શેરડીના કોલા પરમિશન આપવામાં આવેલ છે,

જે શેરડીના કોલા હાલમાં ખેડૂતોને 1750 ભાવ ચૂકવે છે, વર્તમાન સમયમાં ખાતર, દવાનો અસહ્ય ભાવવધારો હોવાને કારણે ખેડૂતોને રૂ.1750 નો ભાવ પોસાય તેમ નથી, જેથી ખેડૂતો પાયમાલ થવાને આરે છે, જે વાલોડ તાલુકાના આજૂબાજૂના ગામના શેરડી પકવતા ખેડૂતો દ્વારા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાને જાણ કરવામાં આવેલ છે, જે મુજબ ખેડૂતોને પૂરેપૂરા શેરનો ભાવ મળે તે હેતુથી વાલોડ તાલુકાના ખેડૂતો સાથે મળી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વાલોડ તાલુકા બહાર બધી જગ્યા પર અન્ય તાલુકામાં રૂ. 2300 થી 2400 નો ભાવ મળે છે,

તો વાલોડ તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને મામલતદાર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જો ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળે તો ખેડૂતો સાથે મળી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના લડત ઉપાડશે એવી ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...