તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેઇન સ્નેચિંગ:શીકેરમાં મોપેડ પર પાછળ બેસેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ

માયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શીકેરમાં મોપેડ પર પાછળ બેસેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ

વાલોડ - બારડોલી રોડ પર શીકેર ગામની સીમમાં એક્ટિવા બાઈક પર સવાર માતા અને પુત્રીને ઓવરટેક કરી પાછળથી આવતાં બુલેટ સવારે ચાલુ ગાડીએ એક્ટિવા પર પાછળ બેસેલ માતાના ગળામાંથી ચેન ખેંચી લઈ જઈ ચોરટાઓ ફરાર થયા હતા. વ્યારા રહેતા ફરિયાદી સુરેખાબેન પટેલ તા.27મીના રોજ વ્યારાથી સવાર પિયર અલ્લું બોરિયા સગા સબંધીઓને મળવા પુત્રી નીતાબેન સાથે તેમની એક્ટિવા જેનો રજીસ્ટ્રેશન નબર (GJ 26 C 3865) પર ગયા હતા. તેઓ સગાવ્હાલાને મળી આશરે સાડા ત્રણે અલ્લુ બોરિયાથી વ્યારા પરત જઈ રહ્યા હતા.

ત્યારે વાલોડ-બારડોલી રોડ પર શીકેર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની એક્ટિવા બાઈકને ઓવર ટેક કરી પાછળથી આવતાં કાળી બુલેટ સવારે ડાબી બાજુથી પસાર થતી વખતે ચાલુ ગાડીએ એક્ટિવા પર પાછળ બેસેલા સુુરેખાબેનના ગળામાંથી સોનાની તુલસી માળા પકડી જોરથી આંચકી લેતા ચેન તૂટી જતા બન્ને ચોરટાઓએ બુલેટ ફૂલ સ્પીડે હંકારી ગયા હતા.

ચોરટાઓની પાછળ એક્ટિવા દોડાવવા છતાં ચોરટાઓ ભાગી છૂટવા સફળ થયા હતા. સુરેખાબેને ચેન સ્નેચિંગ અંગેની ફરિયાદ વાલોડ પોલીસમાં નોંધાવી છે. વાલોડ પોલીસે ટીમ બનાવી કેટલાક સીસીટીવી ફૂટેજ લઇ ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો