પાણીનો વેડફાટ:બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીની બાજુમાં નહેર ઉભરાતા કૃત્રિમ તળાવ બની ગયું

માયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાજીપુરા સુમુલ દાળ ફેકટરીની બાજુમાં ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ ફોટો - Divya Bhaskar
બાજીપુરા સુમુલ દાળ ફેકટરીની બાજુમાં ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ ફોટો
  • નહેર પર ખેતર અને દાણ ફેક્ટરીમાં જવાના રસ્તાના પાઇપને કારણે ઓવરફલો ખુલ્લા પ્લોટમાં પાણી ભરાઇ ગયું

વાલોડ તાલુકાના બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીની વચ્ચોવચથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાં ખેતર અને દાન ફેક્ટરીમાં જવાના માર્ગ માટે નહેરમાં નાખેલ પાઈપોને કારણે ઓવર ફલો થતાં પાણીના વેડફાટના કારણે કૃત્રિમ તળાવનું સર્જન થય છે.

બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીની વચ્ચોવચથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાં ખેતર અને દાણ ફેક્ટરીમાં જવાના માર્ગ માટે નહેરમાં નાખેલ પાઈપોને કારણે ઓવર ફલો થતાં પાણીના વેડફાટ થઈ રહ્યો છે. નહેરની ક્ષમતા મુજબ પાણી નહેરમાં છોડવામાં આવતા નહેર પર નાખવામાં આવેલા પાઇપો નહેરના પાણી કરતા અને ઘેરાવા કરતાં ઓછું હોવાના કારણે નહેર વારંવાર ઉભરાતા બાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું.

આ જગ્યા હાલ સુમુલ દાણ ફેકટરી અને એક ખેતર છોડી બનાવવા આવી રહેલ કોમર્શિયલ બાંધકામ વચ્ચે મોટી જગ્યા હોય ખેતરમાં પાણી ફરી વળતાં તળાવનું નિર્માણ થયું છે. નહેરમાંથી ઓવરફલો થવાના કારણે હજારો ગેલન પાણી ખેતરમાં વહી ગયું હતું. એક તરફ ખેડુતો વલખા મારે છે અને બીજી તરફ હજારો ગેલન પાણી ખેતરમાં વહી જતા પાણીનો વેડફાટ થાય છે. નહેરમાં નાખવામાં આવેલ પાઇપલાઇન ખસેડવામાં આવે તો પાણી ઓવર ફલોની સમસ્યામાંથી છુટકારો મળે અને ખેતી લાયક જમીન બની શકે.

આજ ખેતરમાં ડી.જી.વિ.સી.એલ. નાં ડી.ઓ.ની લાઈન હોય જો કોઈ અકસ્માત થાય અને આ પાણીના ભરાવામાં જીવંત તાર પડે તો લાઈન પર કામ કરનાર ઇસમ કે પાણીના સંપર્કમાં આવનાર લોકો પણ ભોગ બની શકે એવી સભવનાઓ રહી છે, હાલ જમીન પર કોઈ પાક ન કરવામાં આવતા પાક નુકશાનીનો પ્રશ્ન રહેતો નથી. પરતું જમીનની ફળદ્રુપતા પર અસર કરશે.

અન્ય સમાચારો પણ છે...