તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:બુહારીમાં બીએસએનએલ ટેલિફોન, ઈન્ટરનેટ બંધ રહેતા ગ્રાહકોમાં રોષ

વાલોડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કચેરીઓમાં કામ બંધ, હવે ટૂંક સમયમાં ઓનલાઇન વર્ગો શરુ થશે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેપારી મથક બુહારી ગામમાં ભારત સંચાર નિગમ લિ. ના ટેલિફોન સેવાઓનો લાભ લેતાં વપરાશકારોની સંખ્યા વધારે છે. બુહારી વીસ્તરમાં છેલ્લા ચાર પાંચ દિવસનાં અંતરે ભારત સંચાર નિગમ લિ. ની સેવા ખોટકાતાં વપરાશકારોમાં આક્રોશ જોવા મળ્યો છે. વેપારીઓના ટેલિફોન ઈન્ટરનેટ સેવા બંધ રહેતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.

બુહારી ગામમાં ભારત સંચાર નિગમ લિ. ની સેવા ચાર પાંચ દિવસથી ખોટકાતાં જ ટેલિફોન ઈન્ટરનેટ સેવા વપરાશકારોમા રોષ ફેલાયો છે. બુહારી પંથકના સમાવિષ્ટ ટેલિફોન ઈન્ટરનેટ સેવા બંધ થઈ જતાં જ બુહારી આજુબાજુ ગામના વિદેશમાં રહેતા NRI ટેલિફોન ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પણ છે.

બુહારી ગામ મોટું વેપારી મથક છે. આજુબાજુના ગામના વિદેશમાં વસતા ગુજરાતીઓ ઈન્ટરનેટ સેવાનો ભરપૂર ઉપયોગ કરે છે. દિવસે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ બંધ થતાં જ સ્કૂલ, સરકારી નોકરી ગ્રામપંચાયતના, સરકારી કચેરીઓમાં કામ બંધ થઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ગેસ લાઇન નાંખવાની કામગીરી થઇ રહી છે
આ પંથકમાં હાલમાં રોડના નવનિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અદાણી કંપની ગેસની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લીધે કેબલ કપાઈ રહ્યા છે. રીપેરિંગ કરવામાં આવી રહ્યાં છે. નિયમિત ચાલું થઈ જશે. > તરૂણ ચૌધરી, જેટીઓ, વાલોડ

અન્ય સમાચારો પણ છે...