તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશંકા:વાલોડ સિંચાઈ વિભાગ પરિસરમાં ટેન્ડરિંગ વિના ઝાડો કાપનારા સામે કાર્યવાહીમાં અખાડા

માયપુર-વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 જૂનથી 15 ઓક્ટોબર વચ્ચે ઝાડ કાપણીની પરવાનગી માંગી જ ન શકાય
  • અધિકારીની રહેમ નજર હેઠળ લાકડાનો જથ્થો સગેવગે થયાની આશંકા

વાલોડ તાલુકાના ઉકાઈ ડાબા કાંઠા વિભાગની કચેરી પરિસરમાં ઉભેલ કેટલાક ઝાડો કપાતાં સિંચાઈ વિભાગના સત્તાધીશોની આપખુદી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વાલોડ સિંચાઈ વિભાગે તેમના પરિષરમાં 13 ઝાડોનું માર્કિંગ પરિક્ષેત્ર વન અધિકારી સામાજિક વનીકરણ રેંજ મહુવાની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

વન વિભાગના 07/06/2021ના પત્ર દ્વારા નાયબ ઈજનેર વાલોડને અપસેટ કિંમત નક્કી કરી નિયમોનુસાર જાહેર હરાજીથી નિકાલ કરવાની સાથોસાથ વાલોડ મામલતદાર પાસે ઝાડો કાપવાની મંજૂરી લેવાની શરત હોવા છતાં ઝાડો કાપવા અધીરા બનેલા અધિકારીએ નિયમોનુસાર નિવિદા, ટેન્ડરિંગ કર્યા વિના ઝાડોની કાપણી કરનારા અને લાકડા સગેવગે કરનારા સામે કાર્યવાહી કરવા અખાડા કરવામાં આવી રહ્યા છે.

લાકડાની કાપણી બાદ સિંચાઈ વિભાગ તરફથી દેખાવ પૂરતી મામલતદાર કચેરીમાં અરજી કરી છે, પરંતુ મામલતદાર કચેરીમાંથી 15 જૂનથી લઇ 15 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ઝાડ કાપણીની મંજૂરી આપવાની હોતી જ નથી, તેમ છતાં ઝાડો કાપી નાખ્યા બાદ પરવાનગી મેળવવા દોડ મૂકી, વન વિભાગ અને મામલતદાર કચેરી દ્વારા બિન અનામત 17 વૃક્ષો અને 6 વૃક્ષો કાપવાની મંજૂરી તથા વાહતુકની મંજૂરી મેળવાની થતી હોય છે જે મેળવી નથી.

અન્ય સમાચારો પણ છે...