રજુઆત:વાલોડના બજારો નાકાબંધીને કારણે બેજાન બનતા આવેદન

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીમાર સારવાર કરાવવા વાલોડ આવતા ગભરાય છે

વાલોડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સો જેટલા વેપારીઓની સહીઓથી એક આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું, જેમાં પોલીસ બંદોબસ્ત અને ઘેરાબંધી થકી ભારે દંડ વસૂલાતને કારણે વાલોડના વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યા હોવાનું જણાવી તથા ગામડાઓના લોકો વાલોડમાં આવતા ગભરાઇ રહ્યા છે, જ્યારે બાજીપુરા અને બુહારી ખાતે આજ પોલીસ નાકાબંધી કે દંડનાત્મક કાર્યવાહી કરવા કૂણું વલણ અખત્યાર કરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

વાલોડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ મામલતદાર જગદીશભાઈ ચૌધરીને આવેદન આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે, વેપારીઓ,દુકાનદારો અને નગરવાસીઓ વતી નિવેદન કરવામાં આવ્યું કે કોરોના કાળમાં ગામના પ્રવેશદ્વાર પર, ચાર રસ્તા, ત્રણ રસ્તા ઉપર બંદોબસ્ત કરી બહારગામથી આવતાં વાલોડ ગામમાં આવતા ગ્રાહકોને ઉભા રાખી વિવિધ તપાસ કરી મોટા દંડ વસુલી રહ્યા છે, તેમજ નાના-મોટા કામ થકી ગામની બહાર જતા લોકો પાસે પણ વાહન ઉભું રખાવીને એક યા બીજા કારણે દંડ વસુલ કરવામાં આવે છે

પોલીસ અને તંત્રના આ પગલાંને પરિણામે બહારગામના ગ્રાહકોએ વસૂલાતનાં ભયે વાલોડ બજારમાં ખરીદી કરવા સેવાઓ મેળવવા કે અન્ય કામ માટે મોટા પ્રમાણમાં બંધ કર્યું છે આનાથી વિપરીત અસર વાલોડના સર્વ વર્ગના વેપારીઓ અને તે થકી ગ્રામજનો અને ગામ આખાને થઈ રહ્યું છે, એક સમયે જાનદાર અને ભરેલા રહે તો વાલોડ બજાર બેજાન અને બંજર બનતા જાય છે, વાલોડનો વિકાસ અટકી પડ્યો છે, ઓરમાયું વર્તન થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, વાલોડમાં થઈ રહેલી પોલીસ નાકાબંધીનો સીધો લાભ આજુબાજુના ગામો બાજીપુરા, બુહારી, અલ્લુનો થઈ રહ્યું છે, ત્યાં આક્રમક નાકાબંધીઓનું પાલન થતું નથી.

જો વાલોડ ગામનું તંત્ર આ અંગે નોંધ ન લેતો ગામવાસીઓ તથા વેપારીઓએ આર્થિક પાયમાલીનો સામનો કરવો પડે તેમ છે, જેથી વાલોડના લોકોની હાલાકી વધુ ન થાય તે પહેલા યોગ્ય પગલાં લઇ દંડ વસુલાતો અને ઘેરાબંધી પર રોક લગાવવા અને વાલોડનું અર્થતંત્ર વેગ પકડે તે હેતુથી જરૂરી પગલાં લઇ બજાર ફરી ધબકતું થાય તે માટે તંત્ર કાર્યરત થાય તેવી દિશા નિર્દેશ કરવામાં આવે.

આ સાથે એસ.ટી બસો વાલોડ ગામમાંથી બાયપાસ થઈ જઈ રહી છે જેને રીરૂટ કરી વાલોડ નગરના અંદર પહેલાની જેમ બસો પ્રવેશ કરે અને બંધ કરી દેવાયેલા જૂના રૂટની બસો રૂટ પર ચાલુ કરવામાં આવે તેમજ હાલની સખત મોંઘવારીમાં ખાનગી ટ્રાન્સપોર્ટેશન જનતાને પરવડે તેમ ન હોય બસોની ફિક્વન્સી વધારવા પગલાં લેવા મામલતદાર નિવેદન કર્યુ હતુ.

દંડનો હિસાબ જોવાય તો ચિત્ર સ્પષ્ટ થાય
વાલોડ તાલુકા આપ પ્રમુખ દીપેન ઢિમ્મરે જણાવ્યું હતું કે જો પાછલા 2 વર્ષ કોરોના કાળમાં બુહારી, બાજીપુરા વગેરે ગામોના પોલીસ દ્વારા દંડ વસૂલાત અને વાલોડના દંડ વસૂલાતનો હિસાબ જોવામાં આવે તો ખરું ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે. એક જ તાલુકામાં એકને ખોળ અને બીજાને ગોળ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...