રજૂઆત:ડોલવણ કોંગ્રેસનું ન્યાયયાત્રા અંતર્ગત વિવિધ માંગણીઓ સાથે આવેદન

વાલોડ, ડોલવણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના અગ્રણીઓએતાલુકાના મામલતદારને રજૂઆત કરી

તાપી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત ડોલવણ તાલુકાના મુખ્ય મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોને ચાર લાખ રૂપિયા ચૂકવવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડોલવણ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી, ડો તૃષાર ભાઈ ચૌધરી, ધારાસભ્ય પ્રતાપભાઈ ગામીત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભિલાભાઈ ગામીત ડોલવણ તાલુકાના પ્રમુખ અરવિંદ ભાઈ ગામીત સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડોલવણ તાલુકામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ હતું, જેમાં જણાવાયું કે મહામારીમાં અવસાન પામેલા લોકોને ચાર લાખ રૂપિયા ચુકવો , મેડિકલ બીલની ચુકવણી કરવા , સરકારની નિષ્ફળતાની ન્યાયિક તપાસ, સરકારનાં કમૅચારીઓ કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન તથા પરિવાર સભ્યને નોકરી આપવાની, મહામારીમાં મૃત્યુ પામેલા ના પરિજનને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ થવા આવેદનપત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...