આવેદન:વાલોડ તાલુકા કોંગ્રેસનું EVM બંધ કરી બેલેટ પેપરથી મતદાન કરવા આવેદન

માયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકશાહી અને દેશને બચાવવો હોય તો ઇવીએમ તાત્કાલિક દૂર કરવા માંગણી

વાલોડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સતિષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ સમિતિ દ્વારા વાલોડ મામલતદારને આવનારી ચૂંટણીઓમાં ઇવીએમ મશીન બંધ કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે આવેદન આપ્યું હતુ. વાલોડ મામલતદાર કચેરી ખાતે વાલોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે દેશભરમાં હાલ ઇવીએમ મશીનથી મતદાન થાય છે, પરંતુ ઇવીએમ ઈલેક્ટ્રીક સાધન હોય એ સાધનમાં કોઈપણ ગડબડી થઈ શકે છે.

વિશ્વના વિકસિત દેશોમાં પણ ઇવીએમ વિકસાવવામાં આવેલ, પરંતુ ત્યાં આવી ગડબડ થવાના કારણે વિશ્વ વિકસિત દેશો અને મહાસત્તા દેશ અમેરિકામાં પણ ઇવીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં અમેરિકામાં પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે અને ભારત દેશમાં આવી ગડબડી હોવા છતાં પણ ઇવીએમથી જ મતદાન કરાવવામાં આવે છે, હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધોળકા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં 644 મતદાન ઈવીએમ મશીનમાં મતો પડ્યા હતા અને મતગણતરી વખતે ઇવીએમ મશીનમાંથી 2,373 નીકળ્યા હતા.

આવી ગરબડી હોવા છતાં મતદાન કેમ ચાલુ રાખવામાં આવે છે જે વિચારવા જેવી બાબત છે. ભારત દેશ એક લોકશાહી દેશ છે તો લોકશાહી અને દેશને બચાવવો હોય તો ઇવીએમ મશીન તાત્કાલિક દૂર કરવો જોઈએ, આવી ગડબડીને લીધે લોકોને ઇવીએમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

​​​​​​​આવનારી ચૂંટણીઓ માટે તમામ મતદારો રજૂ કરે છે કે ઇવીએમ દૂર કરવા વિરોધ નોંધાવીએ છીએ. આ બાબતે યોગ્ય નિર્ણય લઈ ઇવીએમ બંધ કરી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી વ્યવસ્થા કરવાની માગણી કોંગ્રેસે આવેદનપત્ર આપી મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય, મામલતદાર મારફતે આવેદન પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા લઘુમતી પ્રમુખ અલ્તાફ કાઝી, મહામંત્રી બિલાલ બાંગી, અશોકભાઈ ગામીત, સોયેબ્ શેખ, રેખાબેન ચૌધરી, સલીમ શેખ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...