રજૂઆત:BTTSનું આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી બાબત આવેદન

માયપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના નિયમ મુજબ જાતિનો દાખલો કાઢી આપવા વાલોડમાં રજૂઆત

વાલોડ તાલુકાના ઈન્ચાર્જ મામલતદારને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આદિવાસી લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ લાવવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના વાલોડ તાલુકો દ્વારાા ઈન્ચાર્જ મામલતદાર જગદીશભાઈ ચૌધરીને આવેદન્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના તા 19/09/2020 ના સરકારી જાહેરાતનામામાં કાયદાનો હવાલો આપીને દરેક મામલતદાર કચેરીઓએ આદિવાસી સમાજના અરજદારના પિતા, દાદા, પરદાદાના જન્મ રજીસ્ટરના ઉતારા, પ્રાથમિક શાળા પ્રવેશનો ઉતારો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, દસ્તાવેજી પુરાવાઓ, ગામનો નમુનો, 73 એએનું સરનામું સરકારી અથવા અન્ય કોઈ સેવામાં તેવા અરજદારના પિતા,દાદા,પરદાદા લોહીનું સગપણ ધરાવતાં સગા-સંબંધીઓની આદિજાતિ જણાવતા રેકોર્ડનું ઉતારો, જેવા 37 જાતના પુરાવા માંગવામાં આવેલ છે.

બીજી બાજુ અસલ આદિવાસીઓને જાતિના દાખલા મેળવવા મુશ્કેલીઓ ઉભી કરી છે. માત્ર જાતિ અંગેના દાખલા મેળવવા માટે અનેક પુરાવાઓ મંગાવી આદિવાસી પ્રજાને ખોટા ખર્ચા અને હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં પણ આદિવાસી વિસ્તારના લોકો શિક્ષણથી વંચિત હોવાને કારણે તેમના પુરાવા ગ્રામ્ય વિસ્તારમાં એકઠા કરવા મુશ્કેલ પડે છે. આ પુરાવાઓ મેળવતા લોકોને અનેક દિવસો વીતી જતાં અગત્યનાં કામો અટકી રહ્યા છે. ખર્ચનું ભારણ વધી રહ્યું છે. અગત્યના કામ છોડી જાતિ અંગે દાખલા મેળવવા ધકકા ખાઇ રહયા છે, આદિવાસી સમાજ ત્રાસી ગયો છે.

આદિવાસીઓની માગણી છે કે 19/09/2020નું જાહેરનામું રદ્દ કરી જૂના નિયમ મુજબ સરપંચ, તલાટીનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના પુરાવો રજૂ કરી દાખલો આપવામાં આવે. તે પ્રમાણે અત્યારે જાતિના દાખલો કાઢી આપવામાં આવે અને જો આ ઘર અંગે નિર્ણય લેવામાં ન આવે તો જનઆંદોલનનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...