બગાસું ખાતા પતાસું:બાજીપુરા પાસે બે કાર વચ્ચે અકસ્માત, એકમાંથી 90 હજારનો દારૂ મળ્યો

માયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલોડ પોલીસ બાજીપુરા બાયપાસ પર બે કારના અકસ્માતમાં  દારૂ સાથેની કાર મળી આવી. - Divya Bhaskar
વાલોડ પોલીસ બાજીપુરા બાયપાસ પર બે કારના અકસ્માતમાં  દારૂ સાથેની કાર મળી આવી.
  • વાલોડ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું

વાલોડ તાલુકાના ગામની સીમમાંથી પસાર થતા સોનગઢથી સુરત તરફ જતા રોડ ઉપર સોમા કંપની હોન્ડા અમેઝ કાર (GJ 19 AB 8588) કારને પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કાર ( GJ 05 J 4974)ના ચાલકે ટક્કર મારી હતી. પરંતુ થોડી દુર જતા સ્વીફટ કાર બંધ પડી જતા ચાલક સ્થળ પર કાર મૂકી નાસી ગયેલ હતો, હોન્ડા અમેઝ કારના ચાલક શાંતિલાલ ચૌધરીએ વાલોડ પોલીસને જાણ કરતા પોલિસ સ્થળ પર આવી સ્વીફ્ટ કારની તપાસ કરતા સ્વીફ્ટ કારનો રજીસ્ટ્રેશન ખોટો હોવા અંગેની જાણ થઇ હતી.

સ્વીફ્ટ કારમાં દારૂ હોવાનું જાણ થતા વાલોડ પોલીસ સ્ટેશનમાં ક્રેનની મદદથી સ્વીફ્ટ કારને વાલોડ ખાતે લાવી કારની તપાસ કરતા ગાડીની પાછળની સીટ ઉપર તથા સીટની નીચે અલગ અલગ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના બોક્સ તથા છૂટક બાટલીઓ મળી આવેલ હતી, જેમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી બાટલી નંગ 418 તથા ટીન નંગ 276 મળી કુલ 694 નંગ જેની કિંમત કુલ રૂપિયા 90200/- નો દારૂનો જથ્થો મળી આવેલ, અને સ્વીફ્ટ કાર જેની કિંમત રૂ. 150000/- મળી કુલ્લે 240200/- નો મુદ્દામાલ વાલોડ પોલીસે કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...