રાનવેરી અકસ્માત:કડક કાર્યવાહીની ખાતરી બાદ અંતે ગ્રામજનો મોડી રાત્રે પોલીસ મથકમાંથી યુવકની ડેડ બોડી લઈ ગયા

માયપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • FIR લેવામાં વિલંબ અંગે સીપીઆઈ દ્વારા તપાસનો આદેશ કરાયો
  • અકસ્માતમાં જીવ ગુમાવનાર ભીમપોરના રાહુલભાઈની રવિવારે સવારે અંતિમ ક્રિયા કરાઇ

વાલોડ તાલુકાના ભીમપોર ખાતે રહેતા યુવાનને ગતરોજ રાનવેરી ગામની સીમમાં સામે આવતાં આઈસર ટેમ્પોએ ટક્કર મારતા યુવાનનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજતા તેની ડેડ બોડી વાલોડ પોલીસ સ્ટેશનમાં લાવી ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરવાની ઘટનામાં આખરે મોડી રાત્રે ગ્રામજનો ડેડ બોડી લઈ જવા તૈયાર થયા. સુરત ખાતે એફ આઇ આર થવા છતાં એફ.આઇ.આર.માં કરવામાં વિલંબ અંગેનાં આક્ષેપો સાથેની અરજ સામે સીપીઆઈને તપાસ સોંપવામાં આવી. અકસ્માત કરનાર આઇશર ટેમ્પોને કબજે લઇ ચાલકની ધરપકડ કરવામાં આવી.

વાલોડ તાલુકાના રાનવેરી ગામની સીમમાં વાલોડ - કણજોડ માર્ગ પર સવારે 12/11/2021 ના રોજ ભીમપોર ગામના રાહુલભાઇ ભંગિયાભાઈ ગામીત પોતાની યુનીકોન બાઇક પર ઘરે પરત આવી રહ્યો હતો, એ અરસામાં રાનવેરી ગામમાંથી પસાર થતો હતો તે અરસામાં એક આઈસર ટેમ્પો જેનો (GJ 05 BV 6479)ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે હંકારી લાવી બાઇકને અડફેટે લેતા રાહુલભાઇ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી વાલોડ,વ્યારા અને આખરે સુરત ખાતે સારવાર લેવા છતાં ગતરોજ સવારે 9.30 કલાકે સુરત આખરે સારવાર દરમ્યાન પ્રાણ પંખેરું ઉડી ગયું હતું,

ત્યારબાદ આ બાબતે મરણ જનારના સબંધિઓ તથા ગ્રામજનો સુરતથી લાશ લઇ વાલોડ પોલીસ સ્ટેશને તા.13. મીના સાંજે લઈ આવ્યા હતા. અને મોડી રાત સુધી વિરોધ નોંધાવતા રહ્યા હતા. જે બાદ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ, માવાણી અને સંજય રાય જેવા પોલીસ અધિકારીઓએ આ ઘટનામાં કડક કાર્યવાહીની ખાતરી આપતા આખરે મોડી રાત્રે યુવકોનો મૃતદેહ ઘરે લઇ જવા રાજી થયા હતા. અને શુક્રવારે સવારે 9.00. કલાક બાદ રાહુલની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આ ગુનામાં સંડોવાયેલ આરોપી બિલાલ અહમદ ફતેઆલમ ખાન (રહે. કિલ્લા પારડી વલસાડન)ની તા.13/11/2021 નાઓને કલાક:-7.00 વાગ્યે કોવીડ- 19 ની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવી આજરોજ તા.14/11/2021 ના કલાક 11.30 વાગે અટક કરવામાં આવેલ છે, અને સદર ગુનામાં સંડોવાયેલ વાહન આઇશર ટેમ્પો નં. GJ 05 BV 6479 ટેમ્પોને ગુનાના કામે કબજે લીધેલ છે.

સુરતથી ફરિયાદ વાલોડ પોલીસને ટ્રાન્સફર
સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશનના ફરજ પરના અ.હે.કો.એ મરણા જનારના ભાઇ રાજુભાઇ ભંગીયાભાઇ ગામીત રહેવાસી.ભીમપોર ગામ ઝગડીયા ફળિયુ તા. વાલોડ જી.તાપીનાઓએ સદર બનાવ સબંધમાં ફરીયાદ આપતા ફસ્ટ ગુના રજીસ્ટર નં. 00/2021 ઇપીકો કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી.એક્ટ કલમ 177, 184, 134 મુજબનો ગુનો તા.13મીના રોજ દાખલ કારવામાં આવેલ અને ત્યાર બાદ પીએમ કર્યા બાદ લાશ તેમના સબંધિઓને શોપેલ અને સદર ફરીયાદ અત્રે ટ્રાન્ફસર કરતા વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આખરે અકસ્માત સર્જનારા ટેમ્પો ડ્રાઇવરની અટક કરવામાં આવી
આ બાબતે તેઓની સ્થળ પર તેમજ લેખીત રજુઆત કરેલી કે બનાવ સમયે પોલીસ સ્થળ પર હાજર હોવા છતા કોઇપણ કાર્યવાહી કરેલી ન હતી અને ટેમ્પો તથા ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા તેમજ સ્થળ પર પહોચેલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરવા રજુઆત કરેલી તે બાબતે જે તે સમય જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવેલ આ અંગે પોલીસ અધિક્ષક તાપીનાઓએ તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કેવા કારણસર કરવામાં આવેલ નથી વગેરે બાબતેને લઈ પ્રાથમિક તપાસ સર્કલ પોલીસ ઇન્સપેકટર વ્યારાને સોપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...