અકસ્માત:બાઇક ઉપર જઇ રહેલા યુવકને તુટેલો વીજતાર અડી ગયો,કરંટ લાગતા મોત

વાલોડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત ગ્રસ્ત બાઇક અને જીવ ગુમાવનાર યુવક વિરલ ચૌધરી. - Divya Bhaskar
અકસ્માત ગ્રસ્ત બાઇક અને જીવ ગુમાવનાર યુવક વિરલ ચૌધરી.
  • વ્યારા-ઉનાઈ હાઈવે પર માલોઠા ગામની સીમમાં સર્જાયો અકસ્માત

બાઇક પર જઇ રહેલા યુવકને માલોઠા પુલ નજીક પડેલા વિજ તારથી કરંટ લાગતા મોત થયું હતું. ડોલવણ તાલુકાના મંગળીયા ગામના પ્રતાપભાઈ ચૌધરી SRP ગુપ વાવ ખાતે નોકરી કરે છે. એમનો પુત્ર વિરલ કુમાર ચૌધરી ઉંમર 21 રહે. નિશાળ ફળિયા તા.ડોલવણનાઓ તારીખ 4.3. 2022 ના રોજ વ્યારા માર્કેટમાંથી કામ કરીને પોતાના બાઈક નંબર GJ. 26. R .8653 ઘરે રાત્રિના સાડા દશ વાગ્યાના સુમારે પરત આવી રહ્યો હતો એ સમયે વ્યારા ઉનાઈ હાઈવે માર્ગ ઉપર માલોઠા પુલ નજીક જીબીના તૂટેલા જીવંત વાયરો આડા પડી ગયેલી હાલતમાં હતા.

જીવંત વાયરો વિરલને છાતીના અને ગળાના ભાગે બાઈક સાથે લાગી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. અને ફેંકાઈ જતાં ગંભીર ઈજાગ્રસ્ત થતાં લોકો ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતાં. અને 108ની સવારે રેફરલ હોસ્પિટલમાં વ્યારા ખાતે લઈ જવાયા હતા.જ્યા વિરલભાઈ ચૌધરીનું મોત નિપજતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેદરકારીને કારણે યુવકનો ભોગ લેવાયો
ઉનાઈ હાઈવે માર્ગ પર માલોઠા પુલ નજીક ઈલેક્ટ્રીકના જીવંત વાયરો પડેલા હતા. આ વાયરો તાત્કાલિક જીઇબી દ્વારા હટાવીને તાત્કાલિક રિપેરિંગ કરાયા હોત તો દુર્ઘટના ટાળી શકાય એમ હતું.

અન્ય સમાચારો પણ છે...